એન. આર. આઈ. સમાચાર
News of Wednesday, 9th January 2019

વિદેશોમાં સ્થાયી થયેલા સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વતની મહેર (મેર) જ્ઞાતિના પ્રજાજનોનું સંમેલન યોજાયું: યુ.એસ.ના લાસ વેગાસમાં ૨૨ થી ૨૫ ડિસેં.૨૦૧૮ દરમિયાન યોજાઇ ગયેલા સંમેલનમાં અમેરિકા ઉપરાંત કેનેડા, બ્રિટન, ન્યુઝીલેન્ડ તથા ભારતના પ્રતિનિધિઓએ હાજરી આપીઃ ૪ દિવસિય સંમેલનમાં મેરજ્ઞાતિના આભૂષણ સમાન દાંડીયા રાસ, ગરબા, મણિયારો રમત-ગમત સહિતના સાંસ્કૃતિ કાર્યક્રમો યોજાયા

કનેકટીકટ (U.S.A) મૂળ સૌરાષ્ટ્રના શરિયાકાંઠાએ પોરબંદર, જામનગર, અનેક દેશોમાં સ્થળાંતર પામી છે. શૈક્ષણિક અને ઉદ્યોગની આગવી સુધ ધરાવનારી આ જ્ઞાતિ આમ તો વસ્તીની ટ્રષ્ટિએ વિશ્વમાં માત્ર ૫ લાખની સંખ્યા ધરાવે છે.

અમેરીકામાં અને કેનેડામાં વસતા જ્ઞાતિબંધુઓ સરેરાશ બે વર્ષે મહાસંમેલન યોજાતા હોય છે.

ચાલુ વર્ષ અમેરીકાના લાસ વેગાસ ખાતે ડીસેમ્બર ૨૨ થી ડીસેમ્બર ૨૫ સુધી કન્વેન્સન યોજાયેલ હતું જેમાં વિશ્વના જે દેશોમાં મેરજ્ઞાતિ વસવાટ કરે છે ત્યાંથી પ્રતિનિધીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઇગ્લાંડ,ન્યુઝીલેન્ડ, કેનેડા, અને ભારતમાંથી મોટી સંખ્યામાં હાજર  હતા.

૪ દિવસ ચાલેલા આ મહાસંમેલનમાં યંગ જનરેશન વધુ હાજર હતી. પરંપરાગત રાસ ગરબા, મણિયારોનો કાર્યક્રમ યોજાયેલ હતો. જૂની પેઢી સાથે નવી પેઢીનો આ સંગમ અદ્ભુત રીતે માણ્યો હતો.

આમ તો ભારતભરમાં દાંડીયારાસ, ગરબા એ મેરજ્ઞાતિનું આભૂષણ ગણાય છે વિદેશમાં જ્નમેલા અને પશ્ચિમિ સંસ્કૃતિમાં ઉછેર પામેલી નવી પેઢીએ આ પરંપરા જાળવી રાખી છે.

આપણા મૂળને મજબુત બનાવીએ અને નવી પેઢીના ભવિષ્ટ માટે તકો આપીએ આ ઉદેશ સાથે નવી અને જુની પેઢીનું ખરેખરા અર્થમાં સંમેલન સાર્થક રહ્યુ હતું.

એક દિવસ પાર્કમાં કબ્બડી, વોલીબોલ ક્રિકેટ અને રસ્સીખેંચ, વિગેરે જેવી દેશી પરંપરાગત રમતોનો કાર્યક્રમ પણ યોજાયેલ હતો.

સંમેલને સફળ બનાવવા માટે શ્રી કૈલાશ કારાવદરા, સંજય ખુંટી, સંજય સીસોદીયા, કાના ખુંટી, રામભાઇ સીસોદીયા, ભીમા ખુંટી વિગેરે આગેવાનોએ જહેમત ઉઠાવી હતી.

જયારે આર્થિક સહયોગ શ્રી ભીમાભાઇ મોઢવાડીયા, રામભાઇ સીસોદીયા, વિમલજી ઓડેદરા અને અર્ભૂન ઓડેદરાનો રહ્યો હતો.

રમતગમત,લોક સંગીત, કથ્થક, વિગેરેમાં ભાગ લેનાર કલાકારોને ટ્રોફિ એનાયત કરવામાં આવી હતી.

(8:25 pm IST)