એન. આર. આઈ. સમાચાર
News of Wednesday, 9th January 2019

ભારત સહિતના દેશોના નિષ્ણાંત ટેકનોલોજીસ્ટ યુવાનોની પસંદ હવે કેનેડા તથા બ્રિટનઃ અમેરિકામાં ટ્રમ્પ શાસન દરમિયાન છેલ્લા ૨ વર્ષમાં લદાયેલા કડક ઇમીગ્રેશન નીતિ નિયમો જવાબદારઃ કેનેડા જતા વિદેશી ટેકનોલોજીસ્ટસની સંખ્યામાં ૧૩ ટકાનો વધારોઃ અમેરિકામાં ૬૦ થી ૫૦ ટકાનો ઘટાડો

યુ.એસઃ અમેરિકામાં ડોનાલ્ડ્ર ટ્રમ્પએ સત્તા સંભાળ્યા બાદ ઇમીગ્રેશન પોલીસીમાં આવેલા બદલાવ તથા કડક નીતિ નિયમોને કારણે ભારત સહિતના દેશોના નોકરી મેળવવા ઇચ્છુક નિષ્ણાંત ટેકનોલોજીસ્ટ યુવાનોએ હવે કેનેડા તથા બ્રિટન ઉપર પસંદગી ઉતારવાનું શરૂ કર્યુ છે.

ખાસ કરીને કેનેડાની ઉદાર વીઝા નીતિને કારણે છેલ્લા ર વર્ષ દરમિયાન ત્યાં રોજી માટે આવતા વિદેશીઓની સંખ્યામાં ૬ થી ૧૩ ટકાનો વધારો નોંધાયો છે. જયારે H-1B વીઝા મેળવી અમેરિકા જતા નિષ્ણાંતોની સંખ્યામાં ટ્રમ્પ શાસન પછી ૬૦ થી ૫૦ ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:24 pm IST)