એન. આર. આઈ. સમાચાર
News of Wednesday, 9th January 2019

અમેરીકામાં ફુડ સ્ટેમ્પનો લાભ લેનારા તમામ લાભાર્થીઓને ફેબ્રુઆરી માસના અંત સુધીમાં તેનો લાભ ચાલુ રહેશે પરંતુ સરકારી શટડાઉનનો સમય જો વધુ સમય માટે લંબાય તો ત્યાર પછી મહિનાઓ માટે ફુડ સ્ટેમ્પનો લાભ મળવો શકય નહીં બની શકેઃ કોંગ્રેસના નેતાઓએ આ અંગે સજાગ બની એક બીલ તૈયાર કરી તેને પ્રમુખની સહી માટે મોકલવામાં આવે તો આગામી મહીનાઓમાં ફુડ સ્ટેમ્પનો લાભ ચાલુ રહી શકેઃ દરેક લોકો આ અંગે પોતાના સ્થાનિક નેતાનો સંપર્ક કરી રહેલ છે

(પ્રતિનિધિ કપિલા શાહ દ્વારા) શિકાગોઃ અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટી અધિકારીઓએ જણાવ્યું છે કે જે લોકોને હાલમાં ફુડ સ્ટેમ્પનો લાભ મળે છે તેવો લાભ આવતા ફેબ્રુઆરી માસના અંત સમય સુધી મળશે. પરંતુ શટડાઉનનો સમય જો વધુ લંબાય તો માર્ચ મહીનામાં આ અંગેનું ફંડ ખુટી જાય તો માસ દરમ્યાન ફુડ સ્ટેમ્પનો લાભ જે તે મેળવનારાઓને મળશે નહીં એવું જાણવા મળે છે. કોંગ્રેસે જાન્યુઆરી માસના અંત સમયના ગાળા દરમ્યાન ફુડ સ્ટેમ્પની રકમ મંજુર કરેલ છે અને તેનો લાભ ૩૮ મીલીયન અમેરીકનોને હાલમાં મળે છે.

આ અંગે વધારામાં જાણવા મળે છે તેમ ખેતીવાડી ખાતાના અધીકારીઓએ જે રાજ્યો ફુડ સ્ટેમ્પને લાભ લેતા હોય તેવા રાજ્યો ફેબ્રુઆરી માસ દરમ્યા આ લાભ ચાલુ રહે તે માટે અગાઉથી અમોને જાણ કરવાની રહેશે કે જેથી આ માસ દરમ્યાન જરૂરી નાણાં ફુડ સ્ટેમ્પ અંગે તેઓને ફાળવી શકાય.

ખેતીવાડી ખાતાના સેક્રેટરી સોની પરડફુએ સ્ટેમ્પ ફુડના લાભ અંગે જણાવ્યું છે કે દરેક લોકોને ખાધ ખોરાકી પૂરતા પ્રમાણમાં મળી રહે તે જોવાની અમારી ફરજ છે અને તેથી આવતા ફેબ્રુઆરી માસ દરમ્યાન તે મળી રહેશે તેવી વ્યવસ્થા અમોએ કરેલ છે. કેટલાક કિસ્સાઓમાં ફેબ્રુઆરી માસ દરમ્યાન મળતા લાભોમાં કેટલીક રકમની કપાત અનુભવવી પડશે. અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટી તંત્રના અધીકારીઓએ વધારામાં એવી પણ સ્પષ્ટતા કરી હતી કે સરકારી તંત્રનો શટડાઉનનો સમય જો વધુ પ્રમાણમાં લંબાય તો પછ માર્ચ અને ત્યાર પછીના મહીનાઓ માટે આ લાભ ચાલુ રહેશે કેમ તે અંગે કશુ કહી શકાય તેમ નથી. આ સમગ્ર પ્રક્રિયા અંગે કોંગ્રેસને દોષિત ઠરાવી શકાય તેમ નથી અને જો કંઇપણ કહેવું હોય તો અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ જવાબદાર છે. કારણ કે તે ઘણાં લાંબા સમયથી પોતાના વિચારોમાં પીછેહઠ કરેલ છે અને તેથી અમેરીકન પ્રજાને તેમનામાં વિશ્વાસ ન રહે તે સ્વાભાવિક બીના છે.

ખેતીવાડી ખાતાના સેક્રેટરી સોની પરડ્યુએ વધારામાં જણાવ્યું છે કે ફુડ સ્ટેમ્પનો લાભ અમેરીકન પ્રજાને વિશેષ પ્રમાણમાં મળે તે માટે કોંગ્રેસે ઝડપી પગલા ભરીને એપ્રોપ્રીએસન બીલ તૈયાર કરીને પ્રમુખની સહી લેવા માટે મોકલવું જોઇએ. ખેતીવાડી ખાતાનું બજેટ બીલ ડીસેમ્બરની ૨૧મી તારીખ પૂર્ણ થઇ ગયેલ છે અને ત્યાર પછી ૩૦ દિવસના સમયગાળા દરમ્યાન તેઓ જરૂરી નાણાં ખર્ચી શકે છે અને તેથી વિપરીત પરિસ્થિતિ ઉત્પન્ન ન થાય તે માટે અમો યોગ્ય પગલા લઇ રહ્યા છીએ એવું અધીકારીઓએ જણાવ્યું છે.

(6:48 pm IST)