એન. આર. આઈ. સમાચાર
News of Wednesday, 9th January 2019

મેલબર્નમાં આવેલી ભારતીય દૂતાવાસ ઓફિસમાં કોઈએ ભેદી પેકેટ મોકલતા દોડાદોડ : ઓસ્ટ્રેલિયન પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન

મેલબર્ન : મેલબર્નમાં આવેલી  ભારતીય દૂતાવાસ ઓફિસમાં કોઈએ ભેદી પેકેટ મોકલતા દોડાદોડ શરૂ થઇ ગઈ છે.જે અંગે તપાસ કરવા માટે  ઓસ્ટ્રેલિયન પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરી દેવાયા છે.જોકે ઓસ્ટ્રેલિયામાં આ બાબતની બહુ નવાઈ જેવું નથી કારણકે અત્યાર સુધીમાં 10 દેશોની દૂતાવાસ ઓફિસમાં આવા ભેદી પેકેટ આવી ગયેલા છે.ભારતીય દૂતાવાસ બહાર તાત્કાલિક પોલીસ કુમક ગોઠવી દેવાઈ છે.તેમજ એમ્બ્યુલન્સ તથા ફાયર ફાઈટર ગોઠવી દેવાયા છે.પેકેટની જાંચ તપાસ ચાલુ છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:09 pm IST)