એન. આર. આઈ. સમાચાર
News of Tuesday, 8th January 2019

અમેરિકાના ટેકસાસમાં આવેલા ફોર્ટ બેન્ડ કાઉન્ટી જજ તરીકે ઇન્ડિયન અમેરિકન શ્રી કે.પી.જયોર્જ ચૂંટાઇ આવ્યાઃ ૧ જાન્યુ.૨૦૧૯ના રોજ સોગંદવિધિ કરાયો

ટેકસાસઃ તાજેતરમાં યુ.એસ.ના ટેકસાસમાં આવેલા ફોર્ટ બેન્ડ કાઉન્ટી જજની ચૂંટણીમાં વિજેતા થયેલા ઇન્ડિયન અમેરિકન શ્રી કે.પી.જયોર્જનો ૧ જાન્યુ. ૨૦૧૯ના રોજ સોગંદવિધિ યોજાઇ ગયો. તેઓ છેલ્લા ૧૫ વર્ષથી આ હોદો સંભાળતા રિપબ્લીકન રોબર્ટ હેબર્ટનું સ્થાન લેશે.

આ તકે તેમણે સહુનો આભાર માની આ પદ મેળવવા માટે કરવા પડેલા સંઘર્ષનો ઉલ્લેખ કર્યો હતો. જયાં ૩૫ ટકા એંગ્લો અમેરિકન, ૨૪ ટકા હિસ્પેનિક, ૨૧ ટકા એશિયન તથા ૨૦ ટકા આફ્રિકન અમેરિકન પ્રજાજનો વસે છે. તેમણે ૨૪ વર્ષ સુધી ફાઇનાન્સ વ્યવસાય ક્ષેત્રે કામગીરી સંભાળી હતી. તથા પાંચ વર્ષથી ડેમોક્રેટ પાર્ટીમાં સક્રિય થયા હતા. તેઓ યુવાનોને પ્રોત્સાહિત કરી આગળ લાવવાની નેમ ધરાવે છે.

(8:18 pm IST)