એન. આર. આઈ. સમાચાર
News of Tuesday, 8th January 2019

સિંગાપોર સ્થિત ભારતીય મૂળની મહિલા પોલીસ કાલવીની કાલુમુથુને 5 માસની જેલસજા : એક મહિલાએ નોંધાવેલી અપહરણ અને બળાત્કારની ફરિયાદમાં મહિલાના નામે ખોટું નિવેદન લખી બનાવટી સહી કરી આરોપીનો બચાવ કરવાની કોશિષ કરી

સિંગાપોરભારતીય મૂળની મહિલા પોલીસ કાલવીની કાલુમુથુ સમક્ષ  એક મહિલાએ નોંધાવેલી અપહરણ અને બળાત્કારની  ફરિયાદમાં મહિલાના નામે ખોટું નામે નિવેદન લખી બનાવટી સહી કરી આરોપીનો બચાવ કરવાની કોશિષ કરી હોવાનો આરોપ પુરવાર થતા તેને ઉપરોક્ત સજા ફરમાવાઈ છે.

હકીકતમાં મહિલા પોલીસએ ફરિયાદીનું સ્ટેટમેન્ટ લીધા બાદ તે ઉચ્ચ અધિકારીને મોકલવાનું હોય છે.પરંતુ કાલુમુથુએ એવું કઈ કર્યા વગર જાતે મહિલા વતી સ્ટેટમેન્ટ લખી નાખ્યું હતું જેમાં ફરિયાદી મહિલાએ સામે ચાલીને આરોપીને સ્પર્શ કર્યાનો તથા તેના પ્રતિભાવ રૂપે આરોપીએ ગેરવર્તન કર્યું હોવાનું જણાવ્યું હતું તથા તેના સ્ટેટમેન્ટમાં પોતે જાતે મહિલાના નામની સહી કરી નાખી હતી.ઉપલા લેવલે તપાસ થતા ફરિયાદી મહિલાએ એવું સ્ટેટમેન્ટ આપ્યાનો ઇન્કાર કરતા મહિલા પોલીસને કસુરવાન ગણી સજા ફરમાવાઈ હતી.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે

(6:18 pm IST)