એન. આર. આઈ. સમાચાર
News of Wednesday, 11th December 2019

યુ.એસ.ની હેલ્થકેર કંપની પ્રેસ ગનીના ચિફ સેફટી ઓફિસર તરીકે ડો.તેજલ ગાંધીની નિમણુંક

ઇન્ડિયાનાઃ ઇન્ડિયન અમેરિકન મહિલા ડો.તેજલ ગાંધીની નિમણુંક પ્રેસ ગેનીના ચિફ સેફટી એન્ડ ટ્રાન્સર્ફોમેશન ઓફિસર તરીકે થઇ છે.

આ અગાઉ તેઓ ઇન્સ્ટીટયુટ ફોર હેલ્થકેર ઇમ્પ્રુવમેન્ટમાં ચિફ કિલનિકલ એન્ડ સેફટી ઓફિસર તરીકે સેવાઓ આપતા હતા. તેઓ નેશનલ પેશન્ટ સેફટી ફાઉન્ડેશનના પ્રેસિડન્ટ તથા CEO રહી ચૂકયા છે.

તેમણે પેશન્ટ સેફટી એન્ડ કવોલિટી એવોર્ડ મેળવેલો છે. તથા હાર્વર્ડ મેડીકલ સ્કુલમાંથી એમ.ડી.એન MPHની ડીગ્રી મેળવેલી  છે.

(8:47 pm IST)