એન. આર. આઈ. સમાચાર
News of Wednesday, 11th December 2019

અમેરિકામાં યોજાનારી પ્રેસિડન્ટ પદના ડેમોક્રેટ ઉમેદવારોની પ્રાઈમરી ડીબેટમાં સુશ્રી તુલસી ગબ્બાર્ડ હાજરી નહીં આપે : ડીબેટમાં હાજર રહેવા કરતાં ન્યુ હેમ્પશાયર અને સાઉથ કેરોલિનાના લોકો સાથે ડાયરેક્ટ સંવાદ સાધવાનું વધુ પસંદ કરશે

હોનોલુલુ : અમેરિકાના 2020ની સાલના પ્રેસિડન્ટ પદના ઉમેદવાર હિન્દૂ કોંગ્રેસ વુમન સુશ્રી તુલસી ગબ્બાર્ડ આ મહિને લોસ એંજલસ મુકામે યોજાનારી ડેમોક્રેટ પ્રેસિડન્ટ પદ માટેની પ્રાથમિક ચર્ચામાં હાજરી નહીં આપે.તેમણે જણાવ્યું હતું કે તેઓ આ માટે સમય ફાળવવાને બદલે ન્યુ હેમ્પશાયર અને સાઉથ કેરોલિનાના લોકો સાથે ડાયરેક્ટ સંવાદ સાધવાનું વધુ પસંદ કરશે

જોકે 19 ડિસેમ્બરના રોજ યોજાનારી આ ડીબેટમાં શામેલ થવા માટે તેમણે ભેગું કરવાનું થતું ફંડ 2 લાખ ડોલર તેમજ 4 થી 6 ટકા પોલ સમર્થન મેળવવું બાકી છે. તેમ છતાં તેઓ આ લક્ષ્યાંક પૂર્ણ કરી લ્યે તો પણ હાજરી આપવા માંગતા ન હોવાનું જણાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે તેમણે આ અગાઉ પણ ઓહિયો મુકામે યોજાયેલી ડીબેટમાં હાજર રહેવાનો ઇન્કાર કર્યા બાદ હાજરી આપી હતી

(12:40 pm IST)