એન. આર. આઈ. સમાચાર
News of Wednesday, 11th September 2019

અમેરિકાની ૧૯ ગ્લોબલ કંપનીઓ ભારતના તામિલનાડુમાં ૨૩૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરશેઃ અમેરિકાના પ્રવાસે ગયેલા તામિલનાડુના મુખ્યમંત્રી પલાનીસ્વામી તથા કંપનીઓ વચ્ચે MOU

(ફોટો.TAMILNADU)હેડીંગ મેટર

યુ.એસ.: ભારતના તામિલનાડુમાં અમેરિકાના જુદા જુદા ગ્લોબલ તેવા ૧૯ ઓર્ગેનાઇઝેશન્શ મળી કુલ ૨૩૦૦ કરોડ રૂપિયાનું ટેકનોલોજી, સહિત વિવિધ ક્ષેત્રે રોકાણ કરશે. જે માટે અમેરિકાના પ્રવાસે ગયેલા તામિલનાડુના ચિફ મિનીસ્ટર શ્રી કે પલાનીસ્વામી સાથે MOU કરાયા છે.

શ્રી પલાનીસ્વામીએ યુ.એસ.માં અમેરિકન તામિલ એન્ટ્રીપ્રિનીઅર્સ એશોશિએશનની ડીજીટલ  એકસેલીરેટર સ્કિમનું લોચીંગ કર્યુ હતું.

તામિલનાડુમાં ટેકનોલોજી, ફાર્મસી, સોફટવેર,પેટ્રોકેમિકલ, ઓટોમેશન સહિત જુદા જુદા ક્ષેત્રે રોકાણો કરવા સંમત થયેલી આ અમેરિકાની ગ્લોબલ કંપનીઓને મુડીરોકાણ ઉપર સબસીડી, જમીન, સ્કિલ ડેવલપમેન્ટ સહિતના ક્ષેત્રોમાં સહાય તેમજ સુવિધા અપાશે.

(12:00 am IST)