એન. આર. આઈ. સમાચાર
News of Monday, 9th September 2019

" હા અને ના " : ડોનાલ્ડ ટ્રમ્પ માનસિક રીતે ક્ષતિગ્રસ્ત હોવાના દર્શકના પ્રશ્નને ભૂલથી એકદમ યોગ્ય ગણાવ્યા બાદ માફી માંગી : અમેરિકાના 2020 ની સાલના પ્રેસિડન્ટ પદના ઉમેદવાર ઇન્ડિયન અમેરિકન સેનેટર મહિલા સુશ્રી કમલા હેરિસની ખેલદિલી : દેશના પ્રેસિડન્ટ માટે આવા શબ્દો ન વાપરવા જોઈએ

કેલિફોર્નિયા : અમેરિકાના કેલિફોર્નિયાના સેનેટર તથા 2020 ની સાલના  પ્રેસિડન્ટ પદના ડેમોક્રેટ ઉમેદવાર ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી કમલા હેરિસ સાથેની પ્રશ્નોત્તરી દરમિયાન એક દર્શકે વર્તમાન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને માનસિક રીતે ક્ષતિગ્રસ્ત ગણાવતા તેમણે પ્રશ્ન પૂરો સમજ્યા વિના એકદમ સાચું છે તેવું બોલી નાખ્યું હતું પરંતુ બાદમાં વિડિઓ જોતા ભૂલનો અહેસાસ થયો હતો તેથી વિના સંકોચે માફી માંગી લીધી હતી તથા જણાવ્યું હતું કે દેશના પ્રેસિડન્ટ માટે આવા શબ્દો ન વાપરવા જોઈએ

(12:13 pm IST)