એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 7th September 2019

શ્રી સ્વામિનારાયણ સનાતન મંદિર સવાનાહ, અમેરીકા ખાતે ગણેશ ઉત્સવની ભવ્ય ઉજવણી

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્‌ SGVP છારોડીના અધ્યક્ષ પૂજ્ય સ્વામી શ્રી માધવપ્રિયદાસજીની પ્રેરણાથી તથા પૂજ્ય ધર્મપ્રિયદાસજીદાસજી સ્વામી તથા દર્શનપ્રિયદાસજી સ્વામીના માર્ગદર્શન પ્રમાણે શ્રી સ્વામિનારાયણ સનાતન મંદિર સવાનાહ-જ્યોજિયા ખાતે ધામધૂમથી ગણેશજીની પના કરવામાં આવી.

આ ગણેશ ઉત્સવમાં રોજ મોટી સંખ્યામાં ભક્તજનો દશને પધારે છે અને મહાઆરતીનો લાભ લે છે.

ગણેશ સ્થાપનાનાપ્રથમ દિવસે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉત્સવમાં ચરોતર સમાજ, મહેસાણા સમાજ, સૂરત સમાજ ઉપરાંત દક્ષીણ ભારતીયો, પંજાબી, નેપાળી પરિવારો ભક્તિભાવ સાથે જોડાઈ રહ્યા છે. દરરોજ વિવિધ સમુદાયોની ભજનમંડળીઓ મંદિરમાં ગણપતિબાપાના ભજનોનું ગાન કરે છે.

આ સમગ્ર મહોત્સવના મુખ્ય યજમાન તરીકે શ્રી પંકજભાઈ રોય તથા રમેશભાઈ પટેલે લાભ લીધો છે. ઉપરાંત મંદિરના મધ્ય ભાગમાં ભવ્ય લાઈટીંગવાળા ઝૂમરની સેવા પણ રમેશભાઈ પટેલે કરી છે.

SGVP ગુરુકુલના સમર્પિત ત્ધષિકુમારો શ્રી તુષારભાઈ વ્યાસ તથા અંકિતભાઈ રાવળ ગણપતિ પૂજનની તમામ વ્યવસ્થા ભારે ભક્તિભાવ સાથે કરી રહ્યા છે.

(11:04 am IST)