એન. આર. આઈ. સમાચાર
News of Tuesday, 11th August 2020

બ્રિટનમાં છેલ્લા 3 મહિનામાં બેરોજગારોની સંખ્યામાં જબ્બર વધારો : 2009 ની સાલ પછીની સૌથી મોટી બેરોજગારી : 2 લાખ 20 હજાર લોકો બેકાર બન્યા

લંડન : બ્રિટનની  નેશનલ સ્ટેટેસ્ટિક ઓફિસના અહેવાલમાં જણાવાયા મુજબ છેલ્લા 3 મહિનામાં કોવિદ -19 ને કારણે બેરોજગારોની સંખ્યામાં જબ્બર વધારો થવા પામ્યો છે.જે 2009 ની સાલ પછીની સૌથી મોટી બેરોજગારી છે.આ ત્રણ મહિનાના સમયગાળા દરમિયાન  2 લાખ 20 હજાર જેટલા લોકો બેકાર બન્યા છે.
એક અંદાજ મુજબ આ બેરોજગારીમાં હજુ પણ વધારો થઇ શકે છે. કારણ કે બ્રિટન તેની જોબ રીટેન્શન યોજના કે જે કર્મચારીઓને સુરક્ષિત રાખે છે. તે ઓક્ટોબરના અંતમાં બંધ થવામાં છે.
       ફાઇનાન્સ મિનિસ્ટર ભારતીય મૂળના શ્રી ઋષિ સુનકના જણાવ્યા મુજબ સરકાર નોકરીઓ બચાવવા પ્રયત્ન કરી રહી છે.પરંતુ નોકરી જવાનું નુકશાન અનિવાર્ય બની રહ્યું છે.
      તેમણે ઉમેર્યું હતું કે અમે દરેક નોકરીનું રક્ષણ કરી શકતા નથી તેમછતાં અમારી પાસે નોકરીની સુરક્ષા, સમર્થન અને નિર્માણની  યોજના છે જેનાથી નોકરીની તકો વધી શકે છે.

(7:06 pm IST)