સિંગાપોરમાં મહિલા ઉપર બળાત્કાર કરવાની કોશિશ બદલ ભારતીય મૂળના નાગરિકને 4 વર્ષની જેલસજા
સિંગાપોર : સિંગાપોરમાં 12 મેં ના રોજ એક મહિલા એકલી જતી હતી ત્યારે પકડીને ઝાળીમાં લઇ જઈ તેના ઉપર બળાત્કાર કરવાની કોશિશ બદલ ભારતીય મૂળના 60 વર્ષીય નાગરિક કાનન સુકુમારનને 4 વર્ષ અને 3 માસની જેલસજા કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગત મુજબ ડિલિવરી વાહન ચાલક કાનન 12 મેં ના રોજ પોતાના વાહનમાં બેસી પોર્ન વિડિઓ જોઈ રહ્યો હતો ત્યારે એક મહિલા ત્યાંથી નીકળી હતી.જે એકલી હોવાથી તેને ઝાળીમાં લઇ જઈ તેના ઉપર બળાત્કાર કરવાની કોશિશ કરી હતી.પરંતુ મહિલાએ પ્રતિકાર કરતા અને બુમાબુમ કરતા અન્ય એક મહિલા તેની મદદે આવી ગઈ હતી.જેથી તે પોતાનું વાહન લઇ નાસી છૂટ્યો હતો જેની તેના ઘેર થી ધરપકડ કરાઈ હતી.તેને માત્ર જેલ સજા કરવામાં આવી છે.કારણકે સિંગાપોરમાં 50 વર્ષથી વધુ વયની વ્યક્તિને કોરડા મારવાની સજા કરતી નથી .