એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 11th August 2018

‘‘કાંટે કી ટકકર'': યુ.એસ.ના મેરીલેન્‍ડ હાઉસ ઓફ ડેલિગેટસના ઇન્‍ડિયન અમેરિકન ડેમોક્‍ેટ ઉમેદવાર શ્રી સમીર પાઉલનો પ્રાઇમરી ચૂંટણીમાં માત્ર ૮ મતે પરાજય

મેરીલેન્‍ડઃ યુ.એસ.માં મેરીલેન્‍ડ હાઉસ ઓફ ડેલિગેટસના ૧૬મા ડીસ્‍ટ્રીકટના ઇન્‍ડિયન અમેરિકન ડેમોક્રેટ ઉમેદવાર ૨૯ વર્ષીય શ્રી સમીર પાઉલએ માત્ર ૮ મતથી પ્રાઇમરી ચૂંટણીમાં પરાજીત થતા ખેલદિલીપૂર્વક પરાજય સ્‍વીકારી પ્રતિસ્‍પર્ધી ઉમેદવારને અભિનંદન પાઠવ્‍યા હતા.

૪ ઉમેદવારો પૈકી શ્રી સમીરને ૧૧૨૮૬ મતો મળ્‍યા હતા.જયારે વિજેતા ઉમેદવાર શ્રી સારા લોવને ૧૧૨૯૪ મતો મળ્‍યા હતા. જો કે શ્રી સમીરે ફેર કાઉન્‍ટીંગની મીંગણી કરી હતી. પરંતુ બાદમાં હાર સ્‍વીકારી લઇ ખેલદિલી દાખવી હતી.

(8:54 pm IST)