એન. આર. આઈ. સમાચાર
News of Friday, 10th August 2018

અમેરિકાના એડિસન ન્‍યુજર્સીમાં આવતીકાલ ૧૧ ઓગ. ર૦૧૮ ના રોજ ભારતનો ૭ર મો સ્‍વાતંત્ર્ય દિન ઉજવાશેઃ ઇન્‍ડો અમેરિકન કાઉન્‍સીલ ઓફ સિનીયર્સ તથા કલ્‍ચર એશોશિેઅશનના સંયુકત ઉપક્રમે થનારી ઉજવણી અંતર્ગત ૧૧-૩૦ કલાકે ધ્‍વજવંદન કરાશેઃ સાંસ્‍કૃતિક કાર્યક્રમો, દેશભકિત સભર ગીતો તથા લંચ સાથેના આયોજનમાં જોડાવા પાઠવાયેલું જાહેર આમંત્રણ

(દિપ્તીબેન જાની દ્વારા) ન્‍યુજર્સી :   યુ.એસ.માં ઇન્‍ડો  અમેરિકન કાઉન્‍સીલ ઓફ સિનીઅર્સ ઓફ એડિસન ન્‍યુજર્સી   તથા ઇન્‍ડો અમેરિકન કલ્‍ચરલ એશોશિએશન ઓફ એડિસન ન્‍યુજર્સીના સંયુકત ઉપક્રમે આવતીકાલ ૧૧ ઓગ. ર૦૧૮ શનિવારના રોજ ભવ્‍યતા પૂર્ણરીતે ભારતનો ૭રમો  સ્‍વાતંત્ર્ય દિન ઉજવાશે.

એડિસન બોવલીંગ એલ્લે 1695 ઓક ટ્રી રોડ, એડિસન ન્‍યુજર્સી મુકામે સવારે ૧૦ વાગ્‍યાથી બપોરે  ૧-૩૦ વાગ્‍યા દરમિયાન થનારી ઉજવણી અંતર્ગત ૧૧-૩૦ કલાકે  ધ્‍વજારોહણ થશે સાંસ્‍કૃતિક કાર્યક્રમો યોજાશે તથા દેશભકિત સભર ગીતોની રમઝટ બોલશે. ઉજવણી સંપન્ન  થયા બાદ લંચની વ્‍યવસ્‍થા કરાઇ છે.

તમામ લોકોને આ ઉત્‍સવમાં સપરિવાર મિત્રમંડળ સહિત સામેલ થવા આમંત્રણ પાઠવાયું છે.

વિશેષ માહિતી માટે  સુશ્રી સુશીલાબેન પટેલ 732-548-6867, શ્રી નટુ પટેલ 908-208-8633,

શ્રી રતિલાલ પટેલ 732-318-6691 , શ્રી નિતિન વ્‍યાસ 732-906 7646,  શ્રી વિષ્‍નુભાઇ પટેલ  732-688-4050,  શ્રી હર્ષદ દેસાઇ 848-250-0055,  શ્રી ક્રિષ્‍ના સાંગાણી 732-549-6638 , શ્રી નવિન અમિન  732-318-8054,  શ્રી જી. કે. પટેલ 732-266-6960,  શ્રી જયકિશન પટેલ 732-572-2381, શ્રી ભગવાનભાઇ એ. પટેલ 732-179-7014,  શ્રી પી. કે. કનિસકર 732-452-0049, શ્રી રમાકાન્‍ત પટેલ 848-250-6056,  શ્રી બિરેન્‍દ્ર પટેલ 732-668-8864,  સુશ્રી માયાબેન પટેલ 732-816-2778, શ્રી મહેન્‍દ્ર સોની 732-940-0675,  શ્રી ઠાકોરભાઇ દેસાઇ 732-632-9613,  અથવા સુશ્રી ભાવના શાહ 732-463-7148  નો સંપર્ક સાધવા જણાવાયું છે. ઉત્‍સવના સમર્થકો તરીકે ડો. મુકુંદ ઠાકર તથા  (શ્રી એચ.આર. શાહ ) છે તેવું શ્રી નિતિન વ્‍યાસ 732-331-8146 ની યાદી જણાવે છે.

(10:10 pm IST)