એન. આર. આઈ. સમાચાર
News of Thursday, 9th August 2018

જે દેશમાંથી દાન પ્રાપ્ત થયુ હોય તે દેશ માટે જ ઉપયોગઃ અમેરિકામાં શ્રી સ્‍વામિનારાયણ મંદિર સિકોસસમાં શાકોત્‍સવ પ્રસંગે આચાર્યશ્રી પુરૂષોતમપ્રિયદાસજી સ્‍વામીનું મનનીય ઉદબોધનઃ ફાયર ડીપાર્ટમેન્‍ટ, ટ્રી પ્‍લાન્‍ટેશન, તથા એનીમલ માટે ૩ હજાર ડોલરનું ડોનેશન આપ્‍યું

 (દિપ્તીબેન જાની દ્વારા) ન્‍યુજર્સીઃ સ્‍વામિનારાયણ ગાદીના આચાર્યશ્રી પુરૂષોત્તમ પ્રિયદાસજી સ્‍વામીજી મહારાજની અધ્‍યક્ષતામાં વિદેશની ધરતી ઉપર ભારતીય ઉત્‍સન એવો ભવ્‍ય શાકોત્‍સવ અમેરિકાના, સિકોકસ ખાતેના શ્રી સ્‍વામિનારાયણ મંદિર ખાતે મેયરશ્રીની ઉપસ્‍થતીમાં ઉજવાયો.

ત્રિદિવસીય મહોત્‍સવ અંતર્ગત શ્રી સ્‍વામિનારાયણ, મંદિરના ૨૩મો પાટોત્‍સવ પણ હજારો હરિભક્‍તોની ઉપસ્‍થિતીમાં તેમજ યુનાઇટેડ સ્‍ટેટસ કોંગ્રેસમેન બીલ પાસક્રેલ જુનિ., શિકોકસના મેયર માઇકલ ગનેલી, કાઉન્‍સીલમેન જોન ગરબાસીઓ પણ મુખઅય મહેમાન તરીકે ઉપસ્‍થિત રહ્યા હતા.

મહાનુભાવોએ આ પ્રસંગે જણાવ્‍યું હતું કે પ.પૂ.આચાર્ય સ્‍વામીજી મહારાજ દ્વારા વસુધૈવ કુટુંબકમની ભાવનાનો સંદેશો આપી વિશ્વમાં શાંતિ પ્રસરાવવાનો ઉમદા હેતુ રહેલો  છે.

પ.પૂ. આચાર્ય સ્‍વામીજી મહારાજે આર્શિવાદમાં જણાવ્‍યું હતું કે શ્રી સ્‍વામિનારાયણ ભગવાનની આસ્‍થા અન્‍વેએ જે દેશમાંથી પ્રાપ્ત થયેલ દાન તેજ દેશના ઉત્‍થાન માટે અર્પણ કરીએ છીએ એજ અમારો શિલાલેખ છે આજે પર્યાવરણનો પ્રશ્ન સતાવતો હોય તેના માટે વૃક્ષારોપણ કરવા માટે પણ હાકલ કરી હતી.

સંસ્‍થાન દ્વારા ત્રણ હજાર ડોલરના ચેકોનું ફાયર ડીપાર્ટમેન્‍ટ ટ્રી પ્‍લાન્‍ટેશન અને એનીમલ માટે દાન કરાયુ હતુ. છેલ્લા ત્રેવીસ વર્ષથી દાનની સરવાણી સંસ્‍થાન દ્વારા થતી રહે છે.

તેવુ સદગુરૂ ભગવતપ્રિયદાસજી સ્‍વામી મહંતશ્રીની આજ્ઞાથી શ્રી ચંદુભાઇ વારીઆની યાદીમાં જણાવાયું છે.

(9:21 pm IST)