એન. આર. આઈ. સમાચાર
News of Tuesday, 7th August 2018

‘‘તમારા વતનમાં ચાલ્‍યા જાવ'': યુ.એસ.ના કેલિફોર્નિયામાં ૫૦ વર્ષીય શીખ સજ્જનને ર ગોરા લોકોએ ધોકાવ્‍યાઃ હેટક્રાઇમ સમાન ઘટનાના આરોપીઓની શોધખોળ ચાલુ

કેલિફોર્નિયાઃ યુ.એસ.ના કેલિફોર્નિયામાં પચાસ વર્ષીય શીખ સજ્જનને માર મારી વતનમાં પાછા જતા રહેવાનું કહેવા બદલ હેટક્રાઇમ આરોપ સાથે ૨ ગોરા આરોપીઓની શોધખોળ થઇ રહી છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

ગયા સપ્તાહમાં બનેલી આ ઘટના મુજબ તેઓ કોઇ સ્‍થાનિક ઉમેદવારના પ્રચાર માટે પોસ્‍ટર લગાવી રહ્યા હતા ત્‍યારે આ ઘટના બની હતી. જે છેલ્લા થોડા વર્ષોમાં કેલિફોર્નિયામાં વધી રહેલી શીખોની વસતિ સામે આચરાઇ રહેલા હેટક્રાઇમના પુરાવા સમાન હતી. તેવી વ્‍યથા વ્‍યક્‍ત થઇ રહી હોવાનું જાણવા મળે છે.

(12:00 am IST)