યુ.એસ.માં ઇન્ડિયન એશોશિએશન ઓફ નોર્થ ટેકસાસના ઉપક્રમે ૧૧ ઓગ.ના રોજ ભારતનો સ્વાતંત્ર્ય દિન ઉજવાશેઃ ધ્વજવંદન, બેન્ડ સાથે પરેડ, સાંસ્કૃતિક કાર્યક્રમો સહિતના કાર્યક્રમો યોજાશે
ટેકસાસઃ યુ.એસ.માં ઇન્ડિયન એશોશિએશન ઓફ નોર્થ ટેકસાસના ઉપક્રમે આગામી ૧૧ ઓગ.૨૦૧૮ શનિવારના રોજ ભારતના ૭૨મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરાશે.
ઉજવણી અંતર્ગત ધ્વજવંદન, સાંસ્કૃતિક કાર્યક્રમો, દેશભકિત સભર ગીતોનું આયોજન કરાયું છે. તેમજ IAN દ્વારા ૪૨મો આનંદ બજાર યોજાશે. જેમાં ફૂડ આઇટમ્સ નોન પ્રોફિટ સામાજીક સંસ્થા તથા વેપારી ભાઇઓના સ્ટોલનું આયોજન કરેલ છે, ઉપરાંત બેન્ડ સાથે રાષ્ટ્રધ્વજ પરેડ યોજાશે. મ્યુઝીક ડાન્સના કાર્યક્રમો અંતર્ગત બોલીવુડના શિબાની કશ્યપ, તથા સલીલ ભંડારકર તથા એ અબ્રાહમ હાજર રહેશે. ફ્રી પાર્કીગ ફ્રી ઇવેન્ટ છે. TxFood Bank માટે Food pk ભેગા કરવાના છે.
સમય સાંજે ૬ વાગ્યાથી તથા સ્થળ એડિસન સર્કલ પાર્ક ૪૯૭૦, એડિસન ટેકસાસ રાખવામાં આવેલ છે. તેવું શ્રી સુભાષ શાહની યાદી જણાવે છે.