એન. આર. આઈ. સમાચાર
News of Tuesday, 11th June 2019

યુ.એસ.ના ન્યુજર્સીમાં ૧૫ જુન શનિવારના રોજ ૫ કિ.મી. વોક/રન પ્રોગ્રામઃ શેર એન્ડ કેર ફાઉન્ડેશન આયોજીત પ્રોગ્રામમાં તમામ ઉંમરના લોકો જોડાઇ શકશેઃ વિજેતા સ્પર્ધકોને ઇનામો અપાશેઃ પ્રોગ્રામ દ્વારા થનારી આવક ભારતના જરૂરીયાતમંદ લોકો માટે વપરાશે

 

(દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સી) યુ.એસ.માં શેર એન્ડ કેર ફાઉન્ડેશનના ઉપક્રમે દ્વિતીય મેઇકએ ડીફરન્સ પ કિ.મી. વોક/રનનું આયોજન કરાયું છે.

૧૫ જુન ૨૦૧૯ શનિવારના રોજ યોજાનારા આ વોક/રન પ્રોગ્રામનું સ્થળ બર્ગન કાઉન્ટી ન્યુજર્સી રાખવામાં આવ્યું છે. જેમાં દરેક વ્યકિત  તથા પરિવાર જોડાઇ શકશે. જેનો હેતુ ભારતના ગ્રામ્ય વિસ્તારના પ્રજાજનોને હેલ્થકેર, એજ્યુકેશન, જાતિય સમાનતા, પૂરી પાડવાનો છે. બાદમાં  ફન ફેર, ફુડ,ગેમ્સ સહિત વિવિધ મનોરંજન કાર્યક્રમોનું આયોજન કરાયું છે.

ઓવરપેક કાઉન્ટી પાર્ક, રિજફિલ્ડ પાર્ક, રિજફિલ્ડ પાર્ક, ન્યુજર્સી ખાતેથી શરૂ થનાર આ વોક/રન માટે સવારે ૯ વાગ્યે હાજર થઇ જવાનું રહેશે. બાદમાં રેસ સવારે ૧૦-૩૦ કલાકે શરૂ થશે.

આ પ્રોગ્રામમાં દરેક ઉંમરની વ્યકિત જોડાઇ શકશે. જે માટે રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે. જે દરેક વ્યકિતની ઉંમર મુજબ વોક/રનમાં જોડાઇ શકશે. રજીસ્ટ્રેશન ફી ૧૩ વર્ષથી વધુ વયના લોકો માટે ૩૦ ડોલર તથા ૮ થી ૧૨ વર્ષની ઉમરના લોકો માટે ૧૫ ડોલર રાખવામાં આવી છે. ૭ વર્ષથી ઓછી ઉંમરના બાળકો વિનામૂલ્યે જોડાઇ શકશે.

વોક/રનમાં જોડાનારી દરેક વ્યકિતને સ્થળ ઉપર ટીશર્ટ અપાશે. સૌથી વધુ ઝડપી દોડનારાને ઇનામો અપાશે તથા ૧ કિ.મી.ની રેસમાં શામેલ થનાર તમામ બાળકોને ઇનામો અપાશે.

રજીસ્ટ્રેશન મેળવી લેનાર દરેક વ્યકિતને ઇમેલથી જાણ કરાશે. આ પ્રોગ્રામમાં વોલન્ટીઅર્સ કે ડોનર્સ તરીકે પણ જોડાઇ શકાશે.

તમામ વિશેષ માહિતી https://shareandcare.org/5 k-Walk-run. દ્વારા મળી શકશે.

ભારતના જરૂરીયાતમંદ લોકોની સેવા માટે શેર એન્ડ કેર ફાઉન્ડેશન ૧૯૮૨ની સાલથી ન્યુજર્સીમાં કાર્યરત છે. જેને અપાતું ડોનેશન ટેકસ ફ્રી છે. જેનું સરનામું ૬૭૬, વિન્ટર્સ એવન્યુ પરાવસ ન્યુજર્સી છે. જે અંગે વિશેષ માહિતિ શ્રી તેજલ પરીખ (૨૦૧)૨૬૨-૭૫૯૯ દ્વારા મળી શકે છે.

(8:42 pm IST)