News of Friday, 7th June 2019
ચર્ચમાં આવેલી સગીર બાળકીની શારીરિક છેડછાડ કરવાના આરોપસર ભારતીય મૂળના પાદરીને ૬ વર્ષની જેલ સજા
યુ.એસ.: અમેરિકાના રેપિડ સીટી ચર્ચ સાઉથ ડેકોરામા આવેલ એક સગીર બાળકી સાથે શારીરિક છેડછાડ કરવાના આરોપસર ભારતીય મૂળના પાદરી રોમન કેથોલિક પૂર્વ ૩૮ વર્ષીય જોહન પ્રવીણને ૬ વર્ષની જેલ સજા થઇ છે જેમાંથી તેણે જેલમાં વિતાવેલા ૧૭૮ દિવસ બાદ મળશે. તથા ૩ વર્ષ પછી તેને પેરોલ મળી શકશે.
પાદરીએ સગીર બાળકી સાથે કરેલા ગેરવર્તન બદલ કોર્ટમાં માફી માંગી હતી. તથા ફરીથી આવું કૃત્ય નહી કરે તેવી ખાત્રી આપી હતી.
ઉલ્લેખનીય છે કે અમેરિકામાં ૧૬ વર્ષની નીચેની વયની બાલિકાઓની શારીરિક છેડછાડ કરવા બદલ વધુમાં વધુ ૧પ વર્ષની જેલ સજાની જોગવાઇ છે.
(9:49 pm IST)