News of Friday, 7th June 2019
યુ.કે.ની ફોરેન એન્ડ કોમનવેલ્થ ઓફિસના ચિફ ઇકોનોમિસ્ટ તરીકે ભારતીય યૂથના શ્રી શ્રીકુમાર આયરની નિમણુંકઃ આ હોદા ઉપર નિમણૂંક મેળવનાર સૌપ્રથમ ભારતીય તરીકેનો વિક્રમ
યુ.કે. : યુ. કે. સ્થિત ભારતીય મુળના શ્રી શ્રીકુમાર આયરની નિમણુંક ચિફ ઇકોનોમીસ્ટ ઓફ ફોરેન એન્ડ કોમનવેલ્થ ઓફિસર તરીકે થઇ છે. આ હોદા ઉપર સ્થાન મેળવનાર તેઓ સૌપ્રથમ ભારતીય છે.
લંડનમા જન્મેલા અને ભારતમાં ઉછરેલા શ્રી શ્રીકુમાર આ અગાઉ મુંબઇમાં બ્રિટનના ડેપ્યુટી હાઇ કમિશ્નર તરીકે ફરજ બજાવી ચૂકયા છે. તેઓ જુલાઇ ર૦૧૯ માં હોદો સંભાળશે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળેલ છે.
(9:46 pm IST)