એન. આર. આઈ. સમાચાર
News of Wednesday, 8th May 2019

યુ.કે.સ્થિત ભારતીય મૂળના 32 વર્ષીય રોમિયો કેયુર વ્યાસને 6 વર્ષ 1 માસની જેલસજા : મહિલાઓ સાથે ઓનલાઇન દોસ્તી કરી વિશ્વાસમાં લઇ બોગસ કંપનીઓમાં રોકાણ કરાવી નાણાં હડપ કરી લીધા

લંડન : યુ.કે.સ્થિત ભારતીય મૂળના 32 વર્ષીય રોમિયો કેયુર વ્યાસને 6 વર્ષ 1 માસની જેલસજા થઇ છે.તેણે 2014 થી 2017 ની સાલ દરમિયાન જુદી જુદી 6 મહિલાઓ સાથે ઓનલાઇન દોસ્તી કરી તેઓનો વિશ્વાસ સંપાદન કરી ,તેમની લાગણીઓનો લાભ લઇ જે કંપનીઓનું અસ્તિત્વ જ નહોતું તેવી કંપનીઓમાં રોકાણ કરાવી 8 લાખ પાઉન્ડ હડપ કરી લીધા હોવાનું સ્કોટલેન્ડ યાર્ડ  મેટ્રોપોલિટન પોલીસ ઇન્વેસ્ટીગેશનની તપાસમાં બહાર આવ્યું હતું  તેથી કિંગ્સ્ટન ક્રાઉન કોર્ટએ તેને ઉપરોક્ત સજા ફરમાવી હતી તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:31 pm IST)