એન. આર. આઈ. સમાચાર
News of Tuesday, 7th May 2019

અમેરિકાના કેલિફોર્નિયામાં હેટ ક્રાઇમનો ભોગ બનેલી ઇન્ડિયન અમેરિકન બાળકી ધૃતિ નારાયણની સારવાર માટે ૬ લાખ ડોલર ભેગા થઇ ગયાઃ ૨૩ એપ્રિલના રોજ રસ્તો ઓળંગી રહેલા પરિવારને મુસ્લિમ સમજી મોટર ચાલકે ઇરાદા પૂર્વક અડફેટે લઇ લીધા હતાઃ પરિવારને થયેલી નાની મોટી ઇજાઓ વચ્ચે ૧૩ વર્ષીય બાળકી ઘૃતિ કોમામાં સરી પડતા સારવાર ચાલુ

કેલિફોર્નિયાઃ અમેરિકાના સન્નીવલ્લે કેલિફોર્નિયામાં હેટ ક્રાઇમનો ભોગ બનેલી ૧૩ વર્ષીય ઇન્ડિયન અમેરિકન બાળકી ઘૃતિ નારાયણ કોમામાં સરી જતા તેની સારવાર માટે ફંડ ભેગુ કરવા ૫ લાખ ડોલરનો લક્ષ્યાંક રખાયો હતો તેને બદલે ૬ લાખ ડોલર ભેગા થઇ ગયા છે.

૨૩ એપ્રિલ ૨૦૧૯ના રોજ ઘૃતિ તથા તેનો પરિવાર રસ્તો ઓળંગી રહ્યો હતો ત્યારે અચાનક એક મોટર ચાલકે તેઓને મુસ્લિમ સમજી ઇરાદા પૂર્વક અડફેટે લઇ લીધા હતા. જેઓને નાની મોટી ઇજાઓ થઇ હતી. પરંતુ ધૃતિને વધારે ઇજા થતા તે કોમામાં સરી ગઇ છે. જેની સારવાર માટે ... દ્વારા મદદ માંગતા બાર હજાર ઉપરાંત લોકોએ રકમ મોકલી હતી જે પાંચ લાખ ડોલરના લક્ષ્યાંકને વટાવી જઇ છ લાખ થઇ ગઇ છે.

આરોપી ઉપર હેટક્રાઇમ દાખલ કરાયેલ છે. જેની સુનાવણી આગામી ૧૬મેના રોજ થશે. તેવું સમાચાર સૂત્ર દ્વારા જાણવા મળે છે.

(8:00 pm IST)