એન. આર. આઈ. સમાચાર
News of Tuesday, 7th May 2019

અમેરિકાની યુનિવર્સિટી ઓફ હયુસ્ટનું એન્જીનીઅરીંગ બિલ્ડીંગ હવેથી ડો.દુર્ગા અગ્રવાલ તથા સુશીલા અગ્રવાલના નામથી ઓળખાશેઃ ઇન્ડિયન અમેરિકન દંપતિના મોટી રકમના ડોનેશનને ધ્યાને લઇ યુનિવર્સિટીના સંચાલકો દ્વારા લેવાયેલો નિર્ણય

હયુસ્ટનઃ યુ.એસ.ની યુનિવર્સિટી ઓફ હયુસ્ટનએ ૨૬ એપ્રિલના રોજ જાહેર કર્યા મુજબ યુનિવર્સિટીના એન્જીનીઅરીંગ બિલ્ડીંગનું નામ હવેથી ડો.દુર્ગા અગ્રવાલ તથા સુશીલા અગ્રવાલ એન્જીનીઅરીંગ રિસર્ચ બિલ્ડીંગ રાખવામાં આવ્યું છે. જે તેઓના મોટી રકમના ડોનેશનને ધ્યાને લઇ નક્કી કરાયું છે. ઉપરાંત એક ફલોરનું નામ પણ આ દંપતિના નામ ઉપર રાખવામાં આવ્યું છે.

આ પ્રસંગે યુનિવર્સિટીના ચાન્સેલર સુશ્રી રેણું ખટોર, ભારતના કોન્સ્યુલ જનરલ ડો.અનુપમ રાય, ઇન્ડિયન અમેરિકન અગ્રણીઓ, ફેકલ્ટી મેમ્બર્સ, સ્ટુડન્ટસ તેમજ રિસર્ચ તથા બિલ્ડીંગ સ્ટાફ તથા અગ્રવાલ પરિવાર તેમના પુત્રો,પૌત્રો,પૌત્રીઓ તેમજ સહયોગીએ સાથે રિબન કટીંગ પ્રસંગે હાજર રહેલ તથા આ યુનિવર્સિટીના સ્ટુડન્ટસને ઉચ્ચ કારકિર્દી માટે શુભેચ્છા પાઠવેલ.

ડો.અગ્રવાલ ઇન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ ઓફ ગ્રેટર હયુસ્ટનના ફાઉન્ડર તથા પ્રથમ પ્રેસિડન્ટ છે.

(7:59 pm IST)