એન. આર. આઈ. સમાચાર
News of Friday, 11th May 2018

યુ.એસ.ના લેન્કેસ્ટર કાઉન્સીલમેન તરીકે ચૂંટાઇઆવેલા ઇન્ડિયન અમેરિકન શ્રી રાજ માલ્હીનો શપથવિધિ યોજાયો

કેલિફોર્નિયા : યુ.એસ.ના કેલિફોર્નિયામાં આવેલા લેન્કેસ્ટરના કાઉન્સીલમેન તરીકેની ફેરચૂંટણીમાં વિજેતા બની ચૂંટાઇ આવેલા ઇન્ડિયન અમેરિકન શ્રી રાજ માલ્હીનો શપથવિધિ તાજેતરમાં યોજાઇ ગયો.

સીટી હોલ કાઉન્સીલ ચેમ્બર ખાતે યોજાયેલા શપથવિધિ સમારોહમાં કોમ્યુનીટી અગ્રણીઓ સહિત પ્રજાજનોએ હાજરી આપી હતી.

ભારતના પંજાબમાં જન્મેલા શ્રી રાજ ૧૫ વર્ષની ઉંમરે માતા-પિતા સાથે અમેરિકામાં સ્થાયી થયા હતા. તેઓ છેલ્લા ૨૫ વર્ષથી એન્ટેલોપ વેલ્લીમાં નિવાસ કરી રહ્યાં છે. ભારતીય સંસ્કૃતિ તથા આતિથ્ય સંસ્કાર તેમને વારસામાં મળ્યા છે. તેવું  TvAsia ન્યુઝ દ્વારા જાણવા મળે છે.

(12:59 pm IST)