એન. આર. આઈ. સમાચાર
News of Monday, 11th February 2019

મુંબઇની બીચકેન્ડ હોસ્પીટલમાં શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુરના સ્થાપક પૂજ્ય રાકેશભાઇ ઝવેરી પર ભારતના સુપ્રસિદ્ધ કાર્ડિયાક સર્જન ડો. સુધાંશુ ભટ્ટાચાર્ય તથા તેમની ટીમના ડોકટરોએ કરેલી કોરોનરી આર્ટરી બાયપાસ ગ્રાફટીંગની સફળતાપૂર્વક સર્જરીઃ ગુરૃદેવ હાલમાં હોસ્પીટલના ઇન્સ્ટેનસીવ કેર યુનીટમાં આરામ કરી રહ્યા છેઃ મુંબઇના સુપ્રસિદ્ધ કાર્ડિયોલોજીસ્ટ ડો. અશ્વીન મહેતાએ તેમની લીધેલી મુલાકાત અને બધુ મેડીકલી રીતે યોગ્ય કાર્ય કરી રહ્યું હોવાનો આપેલો અભિપ્રાયઃ સમગ્ર અમેરીકામાં તેઓ સ્વચ્છ બની જાય તે માટે મુમુક્ષોએ કરેલી પ્રાર્થનાઓ

(પ્રતિનિધિ કપિલા શાહ દ્વારા) શિકાગોઃ શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર દ્વારા ૮મી ફેબ્રુઆરીના રોજ સાંજના પૂજ્ય ગુરૃદેવ રાકેશભાઇ ઝવેરી પર કોરોનરી આર્ટરી બાયપાસ ગ્રાફટીંગની સર્જરી થનાર હોવાના સમાચારો ઇમેલ દ્વારા પ્રસારીત કરવામાં આવતા અમેરીકામાં વસવાટ કરતા પૂજ્ય ગુરૃદેવના મુમુક્ષો અને તેમના ચાહકો તેમજ તેમને અનુસારનારાઓમાં અનેક પ્રકારની ચીંતાની લાગણીઓ પ્રસરી જવા પામી હતી અને કેટલીક જગ્યાએ તો તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થનાઓ પણ યોજવામાં આવી હતી. પરંતુ શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર દ્વારા અવારનવાર માહિતીઓ પ્રસારીત કરવામાં આવતી હતી અને તેમાં બાયપાસની શસ્ત્રક્રીયા સફળતાપૂર્વક પરિપૂર્ણ થતા તેઓ આરામ કરી રહ્યા છે એવા સમાચારો સૌને મળતા સર્વ જગ્યાએ રાહતની લાગણીઓ અનુભવાઇ હતી.

આ અહેવાલ લખાઇ રહ્યો છે તે વેળા બહાર પાડવામાં આવેલ બુલેટીનમાં મુંબઇના સુપ્રસિદ્ધ કાર્ડીઓલોજીસ્ટ ડો. અશ્વિન મહેતાએ તેમને તપાસ્યા હતા અને મેડીકલ પ્રોસીજર મુજબ બધુ બરાબર છે એવો અભિપ્રાય તેમણે વ્યકત કર્યો હતો અને દિન-પ્રતિદિન તેમની તબીયતમાં સુધારો થઇ રહ્યો હોવાના સમાચાર સાંપડ્યા છે.

(7:07 pm IST)