એન. આર. આઈ. સમાચાર
News of Monday, 11th February 2019

૯૭ વર્ષની જૈફ વયે ડ્રાઇવીંગ લાયસન્સ રીન્યુ કરાવ્યુંઃ UAEમાં વસતા ભારતીય મૂળના શ્રી ટી.એચ.ડી.મહેતાનો વિક્રમ

દુબઇઃ UAEમાં ૯૭ વર્ષની જૈફ વયે ડ્રાઇવીંગ લાયસન્સ રીન્યુ કરાવવાનો વિક્રમ ભારતીય મૂળના શ્રી ટી.એચ.ડી. મહેતાને ફાળે થય છે. તેઓ દુબઇની સડક ઉપર ૯૦ વર્ષથી વધુ વયના સૌપ્રથમ કાર ડ્રાઇવર બન્યા છે.

જો કે શ્રી મહેતા કારનો ઉપયોગ બહુ જ ઓછો કરે છે. તથા ચાલવાનું વધુ પસંદ કરે છે. જરૃરી પડયે સાર્વજનિક વાહનનો ઉપયોગ કરે છે. તેઓ ૧૯૮૦ની સાલમાં કેન્યાથી UAE ગયા હતા. તેમણે લગ્ન કર્યા નથી. તેમનો જન્મ ૧૯૨૨ની સાલમાં થયો હતો. તેઓ UAEમાં એકલા રહે છે.

(7:06 pm IST)