એન. આર. આઈ. સમાચાર
News of Monday, 11th February 2019

બ્રિટનમાં 6 માસથી વધુ રોકાતા વિઝાધારકો ઉપર હેલ્થ સરચાર્જ ડબલ કરાયો : 200 પાઉન્ડને બદલે 400 પાઉન્ડ લેવાનું શરૂ કર્યું : ભારતીય મૂળના તબીબોએ વિરોધ નોંધાવ્યો

 લંડન : બ્રિટનમાં વર્કિંગ, એજ્યુકેશન, કે ફેમિલી વિઝાના આધારે 6 માસ કે તેથી વધુ સમય રોકાતા લોકો માટે લેવાતા હેલ્થ સરચાર્જમાં સરકારે ડબલ વધારો કરી દીધો છે. જે મુજબ આ ચાર્જ કે જે અત્યાર સુધી 200 પાઉન્ડ હતો તે વધારીને 400 પાઉન્ડ( અંદાજે 36 હજાર રૂપિયા ) કરી દેવાયો છે.જેની સામે  ભારતીય મૂળના તબીબોએ વિરોધ નોંધાવ્યો  છે.

ભારતીય તબીબોએ શરૂ કરેલા આ વિરોધ માટેના અભિયાનમાં જણાવાયા મુજબ આ વધારાથી નેશનલ હેલ્થ સર્વિસમાં સ્ટાફની ઉણપને પુરી કરવા માટે ભારતમાંથી સ્વાસ્થ્ય સેવા પ્રોફેશનલ્સને ભરતી કરવાના પ્રયાસ પર પ્રતિકૂળ અસર પડશે. હાલમાં , નેશનલ હેલ્થ સર્વિસમાં  ખાલી પડેલી જગ્યાઓની આ સંખ્યા 2030 સુધી અઢી લાખની આસપાસ પહોંચી શકે છે. ભારત જેવા દેશોના ડોક્ટરો, નર્સો અને અન્ય સ્વાસ્થ્ય સેવા પ્રોફેશનલ્સ બ્રિટનની મેડિકલ સિસ્ટમમાં કરોડરજ્જુ સમાન ગણાય છે.તેમના ઉપર આ સરચાર્જ ડબલ બોજારૂપ બનશે એટલુંજ નહીં ખાલી પડેલી જગ્યાઓ ઉપર તબીબોની ભરતી કરવી મુશ્કેલ બનશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે. 

(12:47 pm IST)