એન. આર. આઈ. સમાચાર
News of Monday, 11th January 2021

AAPI ના ઇન્ડિયન અમેરિકન તબીબોની કોવિદ -19 સેવાઓને બિરદાવતા શ્રી શ્રી રવિશંકર : જાનના જોખમે કરેલી સેવાઓને ઝૂમ માધ્યમ દ્વારા બિરદાવી : નવા વર્ષની શુભેચ્છા પાઠવી : અમેરિકન એશોશિએશન ઓફ ફિઝિશિયન્સ ઓફ ઇન્ડિયન ઓરિજિન ( AAPI ) ના નેતૃત્વની પ્રશંશા કરી

વોશિંગટન : યુ.એસ.ના સૌથી મોટા ગણાતા સંગઠન  અમેરિકન એશોશિએશન ઓફ ફિઝિશિયન્સ ઓફ ઇન્ડિયન ઓરિજિન ( AAPI ) ના સભ્ય તબીબોની કોવિદ -19 સંજોગો દરમિયાન જાનના જોખમે કરાયેલી લોકોની સેવાઓને ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરે તેમના ભારત ખાતેના નિવાસ સ્થાનેથી ઝૂમ માધ્યમ દ્વારા પ્રશંશા કરી છે.તેમણે AAPI નું નેતૃત્વ કરી રહેલા ડો.સુધાકર તથા તેમની કમિટીને પણ બિરદાવી છે.તથા તમામ સભ્યોને નવા વર્ષની શુભેચ્છા પાઠવી છે.

1 જાન્યુઆરીના રોજ AAPI આયોજિત ઓનલાઇન કોન્ફરન્સમાં શ્રી શ્રી રવિશંકરે ઉદબોધન કર્યું હતું.તેમણે જણાવ્યું હતું કે 2020 નું વર્ષ સમગ્ર  વિશ્વ માટે પડકાર સમાન હતું.આ સંજોગોમાં કોરોના સંક્રમિત લોકોની જાનના જોખમે સેવા કરનાર તમામ વોલન્ટિયર્સે માનવ ધર્મનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું  છે. તમે સહુએ શારીરિક ઉપરાંત માનસિક સેવાઓ પણ લોકોને આપી છે.

કોન્ફરન્સ અંતર્ગત ભારતના કલાકારો શ્રી ગૌતમ ભારદ્વાજ તથા નિરંજનાએ શાસ્ત્રીય સંગીત પીરસ્યું હતું.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:04 pm IST)