News of Tuesday, 10th December 2019
જમ્મુ કાશ્મીરના મુસ્લિમ આગેવાન ડો.મુબિન શાહની કામચલાઉ મુકિતને કાયમી ધોરણે મુકિત આપોઃ માનવ અધિકારનું જતન કરવા ઇન્ડિયન અમેેરિકન કોંગ્રેસ વુમનનો અનુરોધ
વોશીંગ્ટનઃ ભારતના જમ્મુ કાશ્મીરમાંથી ઇન્ટરનેટ ઉપરનો પ્રતિબંધ હટાવી લઇ નાગરિકોના ધાર્મિક સ્વાતંત્ર્યને જાળવી રાખવા ભારત સરકારને વિનંતી કરતો પ્રસ્તાવ યુ.એસ.કોંગ્રેસમાં રજુ કર્યાના બીજા દિવસે ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસવુમન સુશ્રી પ્રમિલા જયપાલએ મુસ્લિમ બિઝનેસમેન ડો.મુબિન શાહની કરાયેલીકામચલાઉ મુકિતને બિરદાવી છે.
તેમણે જણાવ્યું હતું કે યોગ્ય કાર્યવાહી કર્યા વિના ડો.મુબિનની ધરપકડ કરાઇ હતી તથા તેઓની તબીબી સારવારની પણ દરકાર કરાઇ નહોતી. ડો.મુબિનને કામચલાઉને બદલે કાયમી મુકિત આપવા અનુરોધ કર્યો હતો તથા જમ્મુ કાશ્મીરમાં માનવ અધિકારનું જનત કરવા વિનંતી કરી હતી. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
(8:54 pm IST)