એન. આર. આઈ. સમાચાર
News of Thursday, 10th October 2019

''દૃષ્ટિ'': યુ.એસ.માં સંકારા નેથ્રાલય એટલાન્ટા ચેપ્ટરના લાભાર્થે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયોઃ ૨ લાખ ડોલરનું ફંડ ભેગુ થઇ ગયું: રકમનો ઉપયોગ ભારતના પછાત ગામોને દત્તક લેવા તથા મોબાઇલ આઇ સર્જીકલ યુુનિટ માટે કરાશે

એટલાન્ટાઃ ''દૃષ્ટિ'' યુ.એસ.માં સંકારા નેથ્રાલય એટલાન્ટા ચેપ્ટરના લાભાર્થે તાજેતરમાં ૮ સપ્ટેં.૨૦૧૯ના રોજ કલાઇવાની ડાન્સ એકેડમીના ઉપક્રમે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાઇ ગયો. જેના આયોજનથી ૨ લાખ ડોલરનું ફંડ ભેગુ થઇ ગયું હતું. જેનો ઉપયોગ ભારતના અંતરિયાળ વિસ્તારોમાં આવેલા પછાત ગામોને દત્તક લેવા તથા 'મોબાઇલ આઇ સર્જીકલ યુનિટ' માટે કરાશે.

પ્રોગ્રામના મુખ્ય આયોજક શ્રી જયકિરણ પગડાલએ સહુનું સ્વાગત કર્યુ હતું. તથા એટલાન્ટા ચેપ્ટરના ટ્રસ્ટી શ્રી શ્રીની રેડ્ડી પ્રેસિડન્ટ શ્રી ઇન્દુર્તી વાઇસ પ્રેસિડન્ટ શ્રી મુર્થી રેકાપલ્લીએ સંકારા નેથ્રાલય દ્વારા કરાતી પ્રવૃતિઓનો અહેવાલ આપ્યો હતો. તેવું NRI પલ્સ દ્વારા જાણવા મળે છે.

(9:03 pm IST)