એન. આર. આઈ. સમાચાર
News of Wednesday, 9th October 2019

'બેટર ઇન્ડિયા'': ભારતના ગ્રામ્ય વિસ્તોરોમાંથી પાણીની તંગી દૂર કરવા કાર્યરત યુ.એસ.નું નોનપ્રોફિટ ઓર્ગેનાઇઝેશનઃ ૧૫ સપ્ટેં.ના રોજ યોજાયેલા ફંડ રેઇઝીંગ પ્રોગ્રામમાં ૪ લાખ ડોલર ભેગા થઇ ગયા

કેલિફોર્નિયાઃ ભારતના ગ્રામ્ય વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવા તથા પાણીની તંગી દૂરગ કરવામાં મદદરૂપ થવા કાર્યરત યુ.એસ.ની નોનપ્રોફિટ સંસ્થા ''ઓવરસીઝ વોલન્ટીઅર્સ ફોર બેટર ઇન્ડિયા''ના ઉપક્રમે તાજેતરમાં ૧૫ સપ્ટેં.૨૦૧૯ના રોજ મિલ્પીટાસ કેલિફોર્નિયા મુકામે ફંડ રેઇઝીંગ પ્રોગ્રામ યોજાઇ ગયો. જેમાં ૪ લાખ ડોલરનું ફંડ ભેગુ થઇ ગયુ હતું. જેમાં વેરીઝન મિડીયાના ceo ઇન્ડિયન અમેરિકન શ્રી ગુરૂ ગોવરપ્પનએ ૨૫ હજાર ડોલરનું ડોનેશન નોંધાવ્યું હતું. આ પ્રસંગે કેલિફોર્નિયા એસેમ્બલીમેન ઇન્ડિયન અમેરિકન શ્રી આશા કાલરાએ હાજરી આપી હતી.

બેટર ઇન્ડિયા પ્રોજેકટ અંતર્ગત આગામી ૨૦૨૦ની સાલ સુધીમાં ભારતના પાંચસો ગામોને પાણીની તંગીમાંથી મુકત કરવાની નેમ છે.

(8:25 pm IST)