એન. આર. આઈ. સમાચાર
News of Tuesday, 8th October 2019

''મિસ ઇંગ્લાંડ ૨૦૧૯'' તાજ વિજેતા ભારતીય મૂળની યુવતિ ડો.ભાષા મુખરજીનો વતનપ્રેમઃ કોલકતાની ફુટપાથ તથા ઝુંપડપટ્ટીમાં રહેતા બાળકોને મદદરૂપ થતી નોનપ્રોફિટ સંસ્થાને ૨૦ હજાર પાઉન્ડનું ફંડ ભેગુ કરી આપવામાં મદદ કરી

લંડનઃ કોલકત્તાની વતની તથા યુ.કે.માં સ્થાયી થયેલી ''મિસ ઇંગ્લાંડ ૨૦૧૯'' તાજ વિજેતા ભારતીય મૂળની યુવતિ ડો.ભાષા મુખરજી મિસ વર્લ્ડ પ્રતિયોગિતામાં ભાગ લેવા તૈયારી કરી રહી છે. તે દરમિયાન તેણે સમય ફાળવી કોલકત્તામાં ફુટપાથ તથા ઝુંપડીઓમાં રહેતા બાળકો માટે ફંડ ભેગુ કરતી બ્રિટનની નોનપ્રોફિટ સંસ્થાના ઉપક્રમે યોજાયેલા ફંડ રેઇઝીંગ પ્રોગ્રામમાં ભાગ લઇ ૨૦ હજાર પાઉન્ડનું ફંડ ભેગુ કરી આપવામાં મદદ કરી વતનપ્રેમ દર્શાવ્યો છે.

(8:18 pm IST)