એન. આર. આઈ. સમાચાર
News of Tuesday, 8th October 2019

૨૦૧૯-૨૦ની સાલ માટેના APAICS ફેલો તરીકે ઇન્ડિયન અમેકિન શીખ યુવાન શ્રી મનજોત સિંઘની પસંદગીઃ પબ્લીક પોલીસી, લીડરશીપ, રાજકિય કારકિર્દી સહિતના ક્ષેત્રે હાઉસ પ્રેસિડન્ટ નેન્સી પેલોસીની ઓફિસમાં અનુભવ લેશે

કેલિફોર્નિયાઃ યુ.એસ.માં વસતા એશિઅન અમેરિકન યુવા સમુહને પબ્લીક પોલીસી, કોમ્યુનીટી સર્વીસ, લીડરશીપ,  તેમજ રાજકિય કારકિર્દી ક્ષેત્રે પ્રોત્સાહિત કરવા કાર્યરત ''એશિઅન પેસિફીક અમેરિકન ઇન્સ્ટીટયુટ ફોર કોંગ્રેશ્નલ સ્ટડીઝ'' (APAICS) દ્વારા ૨૦૧૯-૨૦ની સાલ માટે પસંદ કરાયેલા ૭ ફેલોમાં ઇન્ડિયન અમેરિકન શીખ યુવાન શ્રી મનજોતસિંઘએ સ્થાન મેળવ્યું છે આ તમામ ૭ ફેલો ૯ માસ સુધી રાજકિય લીડરોની ઓફિસોમાં અનુભવ લેશે.

શ્રી સિંઘ હાઉસ સ્પીકર નેન્સી પેલોસીની ઓફિસમાં અનુભવ લેશે. કેલિફોર્નિયામાં જન્મેલા શ્રીસિંઘ UCLAમાં બી.એ.ના અભ્યાસ દરમિયાન ૨ વર્ષ સુધી શીખ સ્ટુડન્ટસ એશોશિએશનના પ્રેસિડન્ટ તરીકે જવાબદારી સંભાળી ચૂકયા છે તેમજ કોમ્યુનીટી સેવાઓ અને રાજકિય ક્ષેત્રે દિવચશ્યી ધરાવે છે.

(8:14 pm IST)