એન. આર. આઈ. સમાચાર
News of Tuesday, 8th October 2019

ચીનમાં મેડિકલ અભ્યાસ માટે ભારતીય સ્ટુડન્ટ્સનો ધસારો : અમેરિકા ,બ્રિટન ,તથા ઓસ્ટ્રેલિયાની સરખામણીમાં ખર્ચ ઓછો : ભારતના 23000 સ્ટુડન્ટ્સે એડમિશન લીધું

પેચિંગ : ચીનમાં મેડિકલ અભ્યાસ માટે ભારતીય સ્ટુડન્ટ્સ રેકોર્ડ બ્રેક સંખ્યામાં વધી રહ્યા હોવાનું જાણવા મળે છે.તેના કારણમાં મળતી માહિતી મુજબ આ દેશમાં મેડિકલ અભ્યાસ માટેનો ખર્ચ અમેરિકા ,બ્રિટન ,તથા ઓસ્ટ્રેલિયાની સરખામણીમાં  ઘણો ઓછો છે.જોકે ચીન સરકારે પણ ધસારાને ધ્યાનમાં લઇ એડમિશન માટેની સંખ્યાની મર્યાદા નક્કી કરી દીધી છે જે મુજબ દેશની 200 યુનિવર્સીટી પૈકી 45 માં જ અંગ્રેજી માધ્યમમાં MBBS અભ્યાસ સુવિધા અપાશે પરિણામે ભારતીય સ્ટુડન્ટ્સ ની દોટમાં વધારો થયો છે.જે મુજબ ભારતના 23000 સ્ટુડન્ટ્સે એડમિશન લીધું છે.જયારે પાકિસ્તાનના 28000 સ્ટુડન્ટ્સ છે.

(12:00 pm IST)