એન. આર. આઈ. સમાચાર
News of Monday, 7th October 2019

બાંગ્લાદેશના પાટનગરમાં "દુર્ગા પૂજા" નો માહોલ: ઢાકામાં આવેલા ઢાકેશ્વરી મંદિર, ઇસ્કોન હરેક્રિષ્ન મંદિર, સહિતના સ્થળોએ હિંદુઓ ઉમટ્યા

ઢાકા : બાંગ્લાદેશના પાટનગરમાં" દુર્ગા પૂજા " નો માહોલ જોવા મળી રહ્યો છે.જે મુજબ 12 મી સદીમાં બંધાયેલા મનાતા  ઢાકામાં આવેલા તથા સર્વે દુઃખો દૂર કરનાર ગણાતા ઢાકેશ્વરી મંદિર તેમજ અન્ય હિન્દૂ મંદિરોમાં નવરાત્રી તહેવાર નિમિત્તે પહેલા દિવસથી જ ઉમંગભેર દુર્ગા પૂજા થઇ ગઈ  છે.ઉપરાંત ઇસ્કોન  હરેક્રિષ્ન મંદિરમાં પણ દુર્ગા પૂજા નિમિતે શોભાયાત્રાના આયોજન બાદ દૈનંદિન પૂજા થઇ રહી છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(11:44 am IST)