એન. આર. આઈ. સમાચાર
News of Friday, 4th October 2019

આગામી પ વર્ષમાં અમેરિકાના ર લાખ પ૦ હજાર નાગરિકોને ટેકનોલોજી ટ્રેનીંગ આપવા ગૂગલ કટિબદ્ધઃ ગૂગલના CEO ઇન્ડિયન અમેરિકન શ્રી સુંદર પિચાઇ તથા યુ.એસ. પ્રેસિડન્ટના સલાહકાર ઇવાન્કા ટ્રમ્પની સંયુકત ઘોષણા

સાન ફ્રાન્સિકોઃ ગૂગલ CEO ઇન્ડિયન અમેરિકન શ્રી સૂંદર પિચાઇ તથા યુ.એસ. પ્રેસિડન્ટના એડવાઇઝર ઇવાન્કા ટ્રમ્પએ  ગુરુવારે કરેલી ઘોષણા મુજબ આગામી પાંચ વર્ષમાં અમેરિકાના ર લાખ પ૦ હજાર નાગરિકોને ટેકનોલોજી ક્ષેત્રે ટ્રેનીંગ અપાશે.

ઉલ્લેખનીય છે કે અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ ગૂગલ કંપનીને અમેીરકાના નાગરિકોને નોકરીમા રખવા તથા તેઓને ટેકનીકલ ટ્રેનીંગ આપવા અનુરોધ કર્યો હતો. જેના અનુસંધાને થયેલી મીટીૅગમાં સફળ નિવડી હતી. તથા ગઇકાલ ગુરુવારે ગૂગલના CEO શ્રી સુંદર પિચાઇ તથા ઇવાન્કા ટ્રમ્પએ ઉપરોકત ઘોષણા કરી હતી તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(9:45 pm IST)