એન. આર. આઈ. સમાચાર
News of Monday, 10th August 2020

મહિના બંધ રહ્યા પછી શ્રીલંકામાં સ્કૂલો ખુલ્લી મુકાઈ : સોશિઅલ ડીસ્ટન્સનું પાલન કરવાનું રહેશે : એજ્યુકેશન મિનિસ્ટર ચિત્રાનંદનની ઘોષણા

કોલંબો : માર્ચ માસના મધ્યભાગથી કોરોના વાઇરસને કારણે શ્રીલંકામાં બંધ કરાયેલી સ્કૂલો આજ સોમવારથી ફરીથી ખુલ્લી મુકાઈ છે.અલબત્ત ,સ્ટુડન્ટ્સ વચ્ચે 1 મીટર ડિસ્ટન્સ રાખવું ફરજીયાત કરાયું છે.સ્કૂલમાં આવેલી કેન્ટીનો બંધ રખાશે
એજ્યુકેશન મિનિસ્ટર  ચિત્રાનંદનએ કરેલી ઘોષણા મુજબ 200 સ્ટુડન્ટ્સની સંખ્યા ધરાવતી સ્કૂલો પોતાના બધા સ્ટુડન્ટ્સને બોલાવી શકશે જયારે તેનાથી વધુ સંખ્યા ધરાવતી સ્કૂલો જુદા જુદા ગ્રેડ મુજબ સ્ટુડન્ટ્સને બોલાવવાનું નક્કી કરી શકશે
ઉલ્લેખનીય છે કે આ અગાઉ જુલાઈ માસમાં અમુક સ્કૂલો પ્રાયોગિક ધોરણે ખુલ્લી મુકાઈ  હતી જે કોરોના વાઇરસના ફેલાવાના ડરને કારણે ફરી પછી બંધ કરી દેવામાં આવી હતી.

(1:20 pm IST)