એન. આર. આઈ. સમાચાર
News of Friday, 7th August 2020

" ટીક-ટોક " : ભારત પછી હવે અમેરિકાએ પણ ચાઈનીઝ એપ ' ટીક-ટોક 'ઉપર પ્રતિબંધ મુક્યો : 45 દિવસ પછી અમલ : રાષ્ટ્રીય સુરક્ષા માટે જરૂરી હોવાનું પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનું મંતવ્ય

વોશિંગટન :  ભારત પછી હવે અમેરિકાએ પણ ચાઈનીઝ એપ ' ટીક-ટોક 'ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે.આ પ્રતિબંધના લખાણ ઉપર હસ્તાક્ષર કરતા અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય સુરક્ષા માટે આ પ્રતિબંધ જરૂરી બની ગયો છે.જેનો અમલ 45 દિવસ પછી થશે.
આ અગાઉ  USએ ચાઈનીઝ એપ ઉપર પ્રતિબંધ મુકવા બદલ ભારતના  નિર્ણયના વખાણ કર્યા હતા.ટ્રમ્પે કહ્યું હતું કે ચાઈનીઝ એપ રાષ્ટ્રીય સુરક્ષા, વિદેશ નીતિ અને ઈકોનોમી માટે જોખમ છે. આ સમયે ખાસ કરીને ટિકટોક પર કાર્યવાહીને લઈને આદેશ બહાર પડાયો છે. ટિકટોક ઓટોમેટિકલી યૂઝરની જાણકારી મેળવી લે છે.
અમેરિકાના રાષ્ટ્રપતિનો આરોપ છે કે ટિકટોક દ્વારા ચીનની કમ્યનિસ્ટ પાર્ટીને અમેરિકાના લોકોની જિદગીમાં ડોકિયું કરવાની તક મળી જાય છે. તેનાથી તે અમેરિકાના કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટર્સના લોકેશનને ટ્ર્ક કરી શકે છે. બિઝનેસ સાથે જોડાયેલી જાસૂસી કરી શકે છે. પર્સનલ માહિતીના આધારે બ્લેકમેઈલ પણ કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે માઈક્રોસોફ્ટ, ટિકટોકના અમેરિકાના બિઝનેસને ખરીદવાનો પ્લાન બનાવી રહ્યું છે.

(10:04 am IST)