એન. આર. આઈ. સમાચાર
News of Monday, 10th June 2019

''મેમોરીઅલ ડે પરેડ'': અમેરિકાના ઓહિયોમાં શીખ તથા અમેરિકન સૈનિકોની સ્મૃતિમાં દર વર્ષે યોજાતી પરેડઃ ૨૦૧૯ની સાલની પરેડમાં ૩૦૦ કારના કાફલા સાથે ૧૦૦ ગૃપના ૩ હજાર જેટલા લોકો જોડાયા

ઓહિયોઃ અમેરિકામાં શીખ તથા અમેરિકન સૈનિકોની સ્મૃતિમાં ઓહિયો મુકામે 'મેમોરીઅલ ડે પરેડ'નું આયોજન કરાયું હતું. જેમાં ઓહિયો તથા આજુબાજુના વિસ્તારોના ૧૦૦ જેટલા ગૃપ સાથે ૩ હજાર લોકો જોડાયા હતા. તથા હજારો લોકોએ આ ૨ માઇલ લાંબી તથા ૨ કલાક સુધી ચાલેલી આ પરેડ નિહાળી હતી. જેમાં ૩૦૦ જેટલી કારનો કાફલો શામેલ હતો.

(8:00 pm IST)