એન. આર. આઈ. સમાચાર
News of Monday, 10th June 2019

પાકિસ્તાનમાં અમેરિકન નાગરિકો માટે લાલ જાજમઃ પ વર્ષ માટે મલ્ટીપલ એન્ટ્રી વીઝા આપવાનો નિર્ણય

ઇસ્લામાબાદઃ અમેરિકાએ માર્ચ માસમાં પાકિસ્તાની નાગરિકો માટે વીઝા અવધિ પ વર્ષથી ઘટાડી ૧ વર્ષની કરી નાખ્યા બાદ તાજેતરમાં પાકિસ્તાને અમેરિકન નાગરિકો માટે લાલ જાજમ પાથરવા સમાન નિર્ણય કર્યો છે. જે મુજબ અમેરિકન નાગરિકોને પ વર્ષ માટે મલ્ટીપણ એન્ટ્રી વીઝા આપવાનો નિર્ણય કરાયો છે. જેનો હેતુ પ્રવાસન ઉદ્યોગને પ્રોત્સાહન આપવાનો છે. તેવું સમાચાર સુત્રો દ્વારા જાણવા મળે છે.

(8:01 pm IST)