એન. આર. આઈ. સમાચાર
News of Friday, 10th May 2019

રોજીરોટી રળવા યુ.કે.ગયેલા ભારતીય મૂળના યુવાન મોહમદ નદીમુદીનની ચાકુ મારી હત્યા : છેલ્લા 6 વર્ષથી લંડનમાં સ્થાયી થયેલા હૈદરાબાદના યુવાનની લાશ જ્યાં કામ કરતો હતો તે મોલના પાર્કિંગમાંથી મળી આવી

છેલ્લા 6 વર્ષથી યુ.કે.માં સ્થાયી થયેલા હૈદરાબાદના વતની યુવાન મોહમ્મદ નદીમુદીનની લંડન ખાતેના મોલના પાર્કિંગમાંથી લાશ મળી આવી હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે. કોઈ અજ્ઞાત હુમલાખોરે ચાકુ મારી તેની હત્યા કરી છે. નદીમુદીન  લંડનના ટેસ્કો મોલમાં કામ કરતો હતો. નદીમના પરિવારજનોનો આરોપ છે કે, દીકરાની હત્યા કોઇ એશિયન મૂળના વ્યક્તિએ કરી છે. 

મૃતક નદીમના મિત્ર ફહીમ કુરૈશીએ જણાવ્યા મુજબ , નદીમુદીન  વર્ષ અગાઉ કામ અર્થે લંડન ગયો હતો. મોલ પ્રબંધકે  કહ્યું કે, તે કામ બાદ ઘરે પરત આવ્યો નહતો, ત્યારબાદ તેનું શબ પાર્કિંગમાંથી મળી આવ્યું હતું તેથી  તેઓએ યુવકના પરિવારને ફોન કરીને સુચના આપી હતી.

 

પીડિત પરિવારે વિદેશ મંત્રી સુષમા સ્વરાજને  લંડન જવા માટે મદદની અપીલ કરી છે. બીજી તરફ, તેલંગણની મજલિસ બચાવો તહરીક પાર્ટી (એમબીટી)પણ વિઝા સંબંધિક કાર્યોમાં મદદની રજૂઆત કરી હોવાનું જાણવા મળે છે. સુશ્રી સુષમા સ્વરાજે પીડિત પરિવારને મદદનો ભરોસો અપાવ્યો છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(7:47 pm IST)