યુ.એસ.માં JVB પ્રેક્ષા મેડીટેશન સેન્ટર હયુસ્ટનનો ૧૮ મો વાર્ષિક રિટ્રીટ કેમ્પ યોજાયો : ત્રિદિવસિય કેમ્પમાં યોગા મેડીટેશન, રમત-ગમત, વાર્તાલાપ, તથા પ્રજ્ઞાજીના વ્યાખ્યાનોનો ૧૨૦ સાધકોએ લાભ લીધો
હયુસ્ટન : યુ.એસ.માં રાધે માધવ ધામ ઓસ્ટીન ટેકસાસ મુકામે JVB પ્રેક્ષા મેડીટેશન સેન્ટર, હયુસ્ટનના ઉપક્રમે ૧૮ મો વાર્ષિક રિટ્રીટ કેમ્પ યોજાઇ ગયો
૩૦ માર્ચથી ૧ એપ્રિલ ૨૦૧૮ દરમિયાન યોજાયેલા આ ત્રિદિવસિય કેમ્પમાં ઓસ્ટીન, દલ્લાસ, સાન એન્ટોનિયો, ઓર્લાન્ડો, તથા ગ્રેટર હયુસ્ટનના ૧૨૦ સાધકોએ ભાગ લીધો હતો. જેમા ૫ થી ૧૧ વર્ષ વચ્ચેની વયના બાળકો ૧૨ થી ૧૮ - વર્ષ વચ્ચેનો યુવા સમુહ તથા ૧૮વર્ષથી વધુ ઉંમરના પુખ્ત લોકો એમ ત્રણ વિભાગ પાડવામાં આવ્યા હતા.
સાધકોને સમાની સત્ય પ્રજ્ઞાની, સમાની કંચન પ્રજ્ઞાની સમાની રોહિણી પજ્ઞાની, તથા સમાની પ્રણવ પ્રજ્ઞાનીએ માર્ગદર્શન આપ્યુ હતું તથા સાધકોની ઉંમર પ્રમાણે વાર્તાલાપ, યોગા, મેડીટેશન, કર્મયોગ, રમત-ગમત, પ્રાર્થના સહિતના પ્રોગ્રામ યોજાયા હતાં. તેવું IAN દ્વારા જાણવા મળે છે.