એન. આર. આઈ. સમાચાર
News of Saturday, 10th April 2021

' દિવા પાછળ અંધારું ' : અમેરિકાના પ્રેસિડન્ટ જો બિડનના પુત્ર હંટર બીડને વેશ્યાઓ અને ડ્રગ્સ પર કરોડો રૂપિયા ખર્ચ કર્યા : ટેક્સ ચોરીના કારણે જેલમાં જવાનો પણ ડર : લીક થયેલા ઇમેઇલથી ભાંડો ફૂટ્યો

વોશિંગટન : એક કહેવત મુજબ દિવા પાછળ અંધારું હોય છે.આ કહેવત અમેરિકાના પ્રેસિડન્ટ જો બિડનના પુહંટર  બિડનના કેસમાં સાચી પડી રહી હોય તેવું લાગે છે.તેમના લીક થયેલા મેલ દ્વારા જાણવા મળેલી વિગત મુજબ તેણે વેશ્યાઓ અને ડ્રગ્સ ઉપરાંત લકઝરી વાહનો પર કરોડો રૂપિયા ખર્ચ કર્યા છે.એટલું જ નહીં ટેક્સ ચોરીના કારણે તેને જેલમાં જવાનો ડર પણ સતાવી રહ્યો છે.

હંટરના લેપટોપ દ્વારા બહાર આવેલી વિગતો મુજબ તે ટેક્સ્ટ સંદેશ દ્વારા છોકરીઓને સપ્લાય કરતી મહિલા સાથે પણ વાત કરતો સાંભળવા મળ્યો હતો.ડેઇલી મેઇલને એક્સપર્ટ્સની મદદથી લેપટોપ દ્વારા જાણવા મળેલી વિગત મુજબ તેઓને 103,000 ટેક્સ્ટ સંદેશાઓ, 154,000 ઇમેઇલ્સ, તથા  2 હજારથી વધુ ફોટા પ્રાપ્ત થયા છે, જેના કારણે ઘણા વધુ ઘટસ્ફોટ થયા છે.

ડેઇલી મેલે દાવો કર્યો છે કે ફોટોગ્રાફ્સ, દસ્તાવેજો, ઇમેઇલ્સ અને ટેક્સ્ટ સંદેશાઓ દર્શાવે છે કે 2013 થી 2016 સુધીમાં તેમના અવિચારી ખર્ચને કારણે તેઓ દેવામાં ડૂબી ગયા હતા. જ્યારે તેમના  ઘણા વ્યવસાયિક સોદા રદ થયા હતા અને તેમની વિરુદ્ધ સંઘીય તપાસ ચાલી રહી હતી ત્યારે તેણે એક ઇમેઇલ લખ્યો હતો. આમાં તેણે પોતાને જેલમાં મોકલવાની ભીતિ વ્યક્ત કરી હતી.તેવું એન.ટી.દ્વારા જાણવા મળે છે.

(12:31 pm IST)