એન. આર. આઈ. સમાચાર
News of Friday, 10th April 2020

" એન્ગેજમેન્ટ ,એજ્યુકેશન ,એન્ડ એન્ટરટેઇન્મેન્ટ " : અમેરિકામાં કોરોના વાઇરસના હાહાકારને કારણે ઘરમાં પુરાઈ રહેતા બાળકો માટે રમતો તથા પઝલ્સ દ્વારા જ્ઞાન સાથે ગમ્મત : સેવા ઇન્ટરનેશનલના વોલન્ટિઅરનું પ્રશંસનીય કૃત્ય

હ્યુસ્ટન : સેવા ઇન્ટરનેશનલના વૉલન્ટીર શ્રી સચિન ડાબીરે કોરોના વાઇરસ સામે સાવચેતીના ભાગરૂપે ઘરમાં પુરાઈ રહેવા મજબુર બાળકોનો સમય પસાર થઇ જાય તેમને જ્ઞાન સાથે ગમ્મત પણ મળે અને મનોરંજન મળતું રહે તેવા આશય સાથેની રમતો તથા પઝલ્સ બનાવી છે જે ખુબ લોકપ્રિય થવા લાગી છે.
આ કારણે એકલતા અનુભવતા બાળકો પ્રવૃતિમય બનવા લાગ્યા છે.સાથોસાથ માતાપિતા માટે પણ બાળકોને ઘરમાં સાચવવાની જવાબદારીનો બોજ  હળવો થતો હોય તેવો અનુભવ થવા લાગ્યો છે.

(5:45 pm IST)