યુ.એસ.માં ગુગનદેઇમ ફાઉન્ડેશન દ્વારા ર૦૧૮ની સાલ માટે પસંદ કરાયેલા ૧૭૩ ફેલોમાં સ્થાન મેળવતા ૧૦ ઇન્ડિયન અમેરિકન : એસ્ટ્રોનોમી, એન્જીનયરીંગ, ન્યુકો સાયન્સ, કોરીઓગ્રાફી, ફોટોગ્રાફી સહિત વિવિધ ક્ષેત્રે હીર ઝળકાવવા બદલ કરાયેલી પસંદગી
વોશીંગ્ટન : અમેરિકામાં વસતા વિવિધ કોમ્યુનીટીના ૧૭૩ સ્કોલર્સ, આર્ટીસ્ટ, તથા સાયન્ટીન્સને ગુગનહેઇમ મેમોરીયમ ફાઉન્ડેશન દ્વારા ર૦૧૮ની સાલ માટે ફેલો તરીકે પસંદ કરતા જેમાં ૧૦ ઇન્ડિયન અમેરિકનએ સ્થાન મેળવ્યું છે.
ફેલોશીપ માટે પસંદ થયેલા ૧૦ ઇન્ડિયન અમેરિકનમાં એસ્ટ્રોનોમી તથા ઓસ્ટ્રોફિઝીકસ ક્ષેત્રે શ્રી શ્રી નિવાસ કુલકર્ણી, એન્જીનીયરીંગ ક્ષેત્રે શ્રી અરૂપ કે ચક્રવર્તી, ન્યુરો સાયન્સ ક્ષેત્રે શ્રી અનિરૂધ્ધ ડી પટેલ, સાઉથ એશિયન સ્ટડી માટે સુશ્રી અર્ચના વેંકટેસન, કોરીઓગ્રાફી ક્ષેત્રે સુશ્રી અપર્ણા રામાસ્વામી તથા સુશ્રી રાની રામાસ્વામી, ફિલ્મ વીડિયો ક્ષેત્રે શ્રી પરવેઝ શર્મા, તથા સુશ્રી નંદિની સિકન્દ, ફોટોગ્રાફી ક્ષેત્રે શ્રી પ્રદિપ માલદે તથા પોએટ્રી માટે શ્રી શ્રીકાંથ રેડ્ડીની પસંદગી થઇ છે.