એન. આર. આઈ. સમાચાર
News of Wednesday, 10th February 2021

કોવિદ -19 નું જોખમ ઇન્ડિયન અમેરિકન કોમ્યુનિટી ઉપર વધુ છે : ડાયાબિટીસ ,મેદસ્વીતા ,હાઇ બ્લડ પ્રેસર ,હૃદય રોગ ,સહિતની બીમારીઓ ભારતીય મૂળના લોકોમાં વધુ હોવાથી તેઓનો મૃત્યુદર વધુ હોવાનું જણાયું છે : AAPIO પ્રેસિડન્ટ ડો.પંકજ વીજ


કેલિફોર્નિયા :  અમેરિકન એશોશિએશન ઓફ  ફિઝિશિયન્સ ઓફ ઇન્ડિયન ઓરિજીન નોર્ધર્ન કેલિફોર્નિયા ચેપટર ( AAPIO  )  પ્રેસિડન્ટ ડો.પંકજ વીજ એ તાજેતરમાં ઇન્ડિયા વેસ્ટ સાથેના ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે કોવિદ -19 નું જોખમ ઇન્ડિયન અમેરિકન કોમ્યુનિટી ઉપર વધુ છે . જેના કારણમાં તેમણે  કહ્યું હતું કે ભારતીય મૂળના લોકોમાં ડાયાબિટીસ ,મેદસ્વીતા ,હાઇ બ્લડ પ્રેસર ,હૃદય રોગ ,સહિતની બીમારીઓ વધુ જોવા મળતી હોવાથી તેઓ કોરોના વાઇરસના સંજોગોમાં બીમારીનો વધુ ભોગ બને છે.તેમજ તેઓના મૃત્યુનું પ્રમાણ પણ વધુ જોવા મળે છે.

તેમણે ઉમેર્યું હતું કે વર્તમાન સંજોગોમાં વર્ક ફ્રોમ હોમ ની સુવિધાનો દરેકે લાભ લેવો જોઈએ.જેથી કોરાના સંક્રમિત થવાની શક્યતા ઘટી જાય છે.તેમ છતાં જેઓને સ્થળ ઉપર કામ માટે ફરજીયાત જવું પડે તેવો વ્યવસાય હોય તેમના માટે વધુ જોખમ હોવાથી તેઓએ કોવિદ -19 ના નિયમોના પાલન સાથે સાવચેતી પૂર્વક કામગીરી કરવી જોઈએ.તથા વેક્સીન મુકાવવી જોઈએ તેવું ઈ.વે.દ્વારા જાણવા મળે છે.

 

(7:15 pm IST)