એન. આર. આઈ. સમાચાર
News of Tuesday, 9th February 2021

યુ.એસ.માં ન્યુજર્સી સ્થિત IBA પ્રેસિડન્ટ શ્રી ધીરેન અમીનના માતુશ્રી પૂજ્ય શારદાબેન સી. અમીનનું નિધન : 8 ફેબ્રુઆરી 2021 ના રોજ ચીર વિદાય લીધી : સ્મશાનયાત્રા 12 ફેબ્રુઆરી 2021 ના રોજ બપોરે 1-30 થી 3- વાગ્યા દરમિયાન

દિપ્તીબેન જાની દ્વારા , ન્યુજર્સી :  ' જય શ્રી સ્વામિનારાયણ ' . મરણ કરતા સ્મરણ બળવાન છે.આપની સ્મૃતિ એક વરદાન છે.પરમ કૃપાળુ પરમાત્મા આપના દિવ્ય આત્માને શાંતિ આપે. યુ.એસ.માં ન્યુજર્સી સ્થિત  IBA  પ્રેસિડન્ટ શ્રી ધીરેન અમીનના માતુશ્રી પૂજ્ય શારદાબેન સી. અમીનનું નિધન થયું છે.8 ફેબ્રુઆરી 2021 ના રોજ તેમણે રોબર્ટવુડ જોહન્સન યુનિવર્સીટી હોસ્પિટલ ન્યુબ્રન્સવિક ન્યુજર્સી ખાતેથી શાંતિપૂર્ણ ચીર વિદાય લીધી  છે.

સદ્દગતની સ્મશાનયાત્રા 12 ફેબ્રુઆરી 2021 શુક્રવારના રોજ બપોરે 1-30 થી 3- વાગ્યા દરમિયાન ફ્રેન્કલીન મેમોરિયલ પાર્ક ,1800  રૂટ 27 , નોર્થબ્રન્સવિક ન્યુજર્સી ખાતે રાખવામાં આવી છે. જે પોતાની કારમાં બેસી નિહાળી શકાશે તથા  શ્રદ્ધાંજલિ આપી શકાશે .

પરમ કૃપાળુ પરમાત્મા સદગતના પરમ પવિત્ર આત્માને શાંતિ આપે તથા તેમના પરિવારજનો શ્રી ધીરેન તથા સુશ્રી મયુરી અમીન ,સિસ્ટર્સ સુશ્રી સુલેખા અમીન ,સુશ્રી રશ્મિ પટેલ ,તથા સુશ્રી મીના પટેલ ,સહિત સમગ્ર પરિવાર ને આઘાત જીરવવાની શક્તિ આપે તેવી પ્રાર્થના .ૐ શાંતિ.

વિશેષ માહિતી નીચે આપેલા કોન્ટેક નંબર દ્વારા મેળવી શકાશે.

શ્રી હેમંત પટેલ  848 -235 -2722   શ્રી અક્ષય પટેલ 908 -922 -0295

શ્રી સુરેશ પટેલ  848-391-5675     શ્રી શરદ અગરવાલ 718-473-6281

ૐ   શાંતિ    ૐ   શાંતિ    ૐ    શાંતિ

(12:29 pm IST)