એન. આર. આઈ. સમાચાર
News of Friday, 10th January 2020

" નિર્દયી માતા " : માત્ર 2 માસના નવજાત શિશુને બેભાન થઇ જાય ત્યાં સુધી ક્રૂરતાપૂર્વક માર્યું : બાળક હોસ્પિટલમાં : ઇન્ડિયન અમેરિકન માતા જેલમાં

જ્યોર્જિયા : અમેરિકાના જ્યોર્જિયામાં વસતા ઇન્ડિયન પરિવારની મહિલા 26 વર્ષીય તરલિકા પટેલએ પોતાના માત્ર 2 માસના નવજાત શિશુને ક્રૂરતા પૂર્વક મારતા બાળકને હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી.જ્યાંના તબીબોના અભિપ્રાય મુજબ બાળકના  દિમાગ ઉપર પણ અસર થઇ ગઈ છે તે કદાચ કોમામાં પણ સરકી શકે તેવો ભય હોવાથી તાત્કાલિક વધુ સારવાર માટે વિમાન માર્ગે અન્ય સ્ટેટમાં સારવાર માટે મોકલેલ છે.તેમછતાં જો બાળક નહીં બચે તો માતા ઉપર વધુ આકરી  કલમ લગાવશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

દરમિયાન આ ઇન્ડિયન અમેરિકન માતાની ધરપકડ કરી તેને જેલમાં મોકલી દેવામાં આવી છે.તેવું WALB News ના અહેવાલ સાથે  એન.આર આઇ ન્યુઝ દ્વારા જાણવા મળે છે.

(1:49 pm IST)