News of Thursday, 9th January 2020
UAE માં હવે તમામ દેશો માટે " મલ્ટી એન્ટ્રી ટુરિસ્ટ વિઝા " : 5 વર્ષ સુધી ચાલશે : ટુરિઝમ ઉદ્યોગને વેગ આપવાનો હેતુ
UAE : યુનાઇટેડ આરબ અમીરાત ( UAE ) સરકારે તાજેતરમાં જાહેર કર્યા મુજબ તમામ દેશો માટે હવે " મલ્ટી એન્ટ્રી ટુરિસ્ટ વિઝા " અમલી બનાવાશે જેનો હેતુ ટુરિઝમ ઉદ્યોગને વેગ આપવાનો છે. આ વિઝા 5 વર્ષ સુધી ચાલશે જેના આધારે જુદા જુદા હેતુઓ સાથે 5 વર્ષ સુધી મુલાકાત લઇ શકાશે આ વિઝાને કૅબિનેટએ મંજૂરી આપી દીધી છે.
ઉલ્લેખનીય છે કે હાલમાં UAE સરકારની ટુરિઝમ ઉદ્યોગની આવક વાર્ષિક 21 મિલિયન ડોલર છે.
(2:24 pm IST)